EPFO: નિવૃત્તિ પહેલા પણ ઉપાડી શકાય છે PF ના પૈસા, જાણો શું છે નિયમો અને શરતો
EPFO Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પાસે દેશભરમાં કરોડો ખાતાધારકો છે જેઓ તેમના પગારનો એક ભાગ PF ખાતામાં જમા કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિવૃત્તિ સિવાય તમે આ પૈસા માત્ર ઈમરજન્સીના કિસ્સામાં જ ઉપાડી શકો છો. આવો જાણીએ કે કયા સંજોગોમાં EPFOમાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો.
જો તમે તમારી નોકરી ગુમાવી દીધી હોય તો તમે પીએફમાં જમા કરેલા પૈસા ઉપાડી શકો છો. જો એક મહિના સુધી નોકરી ન મળે તો ખાતામાં જમા થયેલી રકમના 75 ટકા સુધી ઉપાડી શકાય છે. અને 2 મહિના પૂર્ણ થવા પર, 100% રકમ ઉપાડી શકાય છે.
જો તમારા બાળકોના ભણતર કે લગ્ન માટે ખર્ચો છે તો આવી સ્થિતિમાં તમે પીએફમાં જમા રકમ ઉપાડી શકો છો.
વિકલાંગ વ્યક્તિ પોતાના માટે જમીન અથવા કોઈપણ સાધન ખરીદવા માટે પીએમ પાસેથી પૈસા ઉપાડી શકે છે.
આ સિવાય ખાતાધારક મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકે છે. આમાં તમે દર 6 મહિને બેઝિક સેલરી ઉપાડી શકો છો.
આ સિવાય પીએફ ખાતાધારકો હોમ લોન, રિપેરિંગ હાઉસ અથવા જમીન કે મકાનની ચુકવણી માટે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.