EPFO Claim: માત્ર 3 દિવસમાં PFમાંથી ₹1 લાખ ઉપાડી શકાશે, શું તમે આ નિયમ જાણો છો?
EPFO Updates: આ સુવિધાનો લાભ PF એકાઉન્ટ હોલ્ડર્સ, જે 6 કરોડથી વધુ છે તે લઈ શકે છે. આ એક એવી સુવિધા છે જે લોકોને કટોકટીમાં ફંડ પ્રદાન કરે છે. EPFOની આ સુવિધાનો પહેલા દાવો કરવા માટે 15થી 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ 3થી 4 દિવસમાં જ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆટલો સમય એટલા માટે પણ લાગતો હતો કારણ કે સભ્યની પાત્રતા, દસ્તાવેજો, EPF એકાઉન્ટનો KYC સ્ટેટસ, બેંક એકાઉન્ટ જેવી વિગતોની ચકાસણી કરવામાં આવતી હતી. પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમમાં તેમને સ્ક્રૂટની અને મંજૂરી માટે મોકલવામાં આવે છે, જેથી દાવો સરળતાથી થઈ શકે.
કટોકટીમાં આ ફંડના દાવા સેટલમેન્ટ માટે ઓટો મોડની શરૂઆત એપ્રિલ 2020માં જ થઈ ગઈ હતી, પરંતુ ત્યારે માત્ર બીમારીના સમયે જ પૈસા કાઢી શકતા હતા. હવે તેનો વ્યાપ વધી ગયો છે. બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે પણ EPFમાંથી પૈસા કાઢી શકો છો. જો ઘરમાં બહેન અને ભાઈના લગ્ન હોય તો પણ એડવાન્સ પૈસા કાઢી શકો છો.
EPF એકાઉન્ટમાંથી હવે 1 લાખ રૂપિયા સુધીનું એડવાન્સ ફંડ કાઢી શકો છો, જ્યારે પહેલા આ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. એડવાન્સ ફંડ કાઢવાનું કામ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા કરી શકો છો. આ માટે કોઈની પણ મંજૂરીની જરૂર નથી અને ત્રણ દિવસની અંદર જ પૈસા તમારા એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે. આ માટે KYC, ક્લેઇમ રિક્વેસ્ટની પાત્રતા, બેંક એકાઉન્ટની વિગતો આપવાની જરૂર હોય છે.
કેવી રીતે રૂપિયા ઉપાડવા - સૌ પ્રથમ UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને EPFO પોર્ટલ પર લોગ ઇન કરો. હવે તમારે ઓનલાઇન સર્વિસિસ પર જવું પડશે અને 'ક્લેઇમ' સેક્શન પસંદ કરવું પડશે. બેંક એકાઉન્ટ વેરિફાઇ કરો, પ્રોસીડ ફોર ઓનલાઇન ક્લેઇમ પર ક્લિક કરો. જ્યારે નવું પેજ ખુલશે ત્યારે PF એડવાન્સ ફોર્મ 31 પસંદ કરવું પડશે. હવે PF એકાઉન્ટ પસંદ કરવું પડશે. હવે તમારે પૈસા કાઢવાનું કારણ, કેટલા પૈસા કાઢવા છે અને સરનામું ભરવું પડશે. ત્યારબાદ ચેક અથવા પાસબુકની સ્કેન કોપી અપલોડ કરવી પડશે. ત્યારબાદ તમારે સંમતિ આપવી પડશે અને તેને આધાર સાથે વેરિફાય કરવું પડશે. ક્લેઇમ પ્રોસેસ થયા પછી તે નિયોક્તા પાસે મંજૂરી માટે જશે. ઓનલાઇન સર્વિસ હેઠળ તમે ક્લેઇમ સ્ટેટસ ચેક કરી શકો છો.