EPFOએ PF ક્લેમ કરવાને લઇને બદલ્યો નિયમ, હવે આધાર ફરજિયાત નહી!
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ક્લેઈમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય, પરંતુ આ તમામ કર્મચારીઓ માટે નહીં, પરંતુ કેટલાક વિશેષ વર્ગના સભ્યો માટે છે. આ છૂટછાટથી કર્મચારીઓની કેટલીક કેટેગરીઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને આધાર સાથે લિંક કરવાની જરૂરિયાતમાં છૂટછાટ આપવામાં આવી છે. આ પગલાથી તે કર્મચારીઓ માટે દાવો કરવાનું સરળ બનશે કે જેમના માટે આધાર કાર્ડ મેળવવું મુશ્કેલ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેઓને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો મળી શકતા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ નોંધાયેલા આંતરરાષ્ટ્રીય કર્મચારીઓને આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે. તે પણ એવા કર્મચારીઓ કે જેઓ ભારતમાં કામ કર્યા પછી તેમના દેશમાં ગયા અને આધાર મેળવી શક્યા નથી. આ ઉપરાંત, આ અંતર્ગત વિદેશી નાગરિકતા ધરાવતા ભારતીયો જેઓને આધાર કાર્ડ આપવામાં આવતા નથી. કાયમી ધોરણે વિદેશ ગયેલા ભૂતપૂર્વ ભારતીય નાગરિકો અને નેપાળ અને ભૂટાનના નાગરિકોને પણ આ હેઠળ મુક્તિ આપવામાં આવી છે.
EPF&MP એક્ટ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું નથી, જેઓ ભારતની બહાર રહે છે અને તેમની પાસે આધાર કાર્ડ નથી. આ ફેરફારના અમલીકરણ સાથે તે કર્મચારીઓ પણ EPFO હેઠળ દાવો કરી શકશે. આ માટે અલગ વિકલ્પ રાખવામાં આવશે.
કર્મચારીઓની આ કેટેગરી માટે EPFO એ અન્ય દસ્તાવેજો દ્વારા PF ક્લેમ કરવાની મંજૂરી આપી છે. આમાં વેરિફિકેશન ડોક્યૂમેન્ટસ - પાસપોર્ટ, નાગરિકતા પ્રમાણપત્ર અથવા અન્ય સત્તાવાર ID પ્રૂફનો સમાવેશ થાય છે. PAN, બેન્ક ખાતાની વિગતો અને અન્ય પાત્રતા માપદંડો દ્વારા કરવામાં આવશે. 5 લાખ રૂપિયાથી વધુના ક્લેમ માટે સભ્યની અધિકૃતતા એમ્પ્લોયર પાસેથી વેરિફાય કરવામાં આવશે.
EPFO દ્વારા બનાવવામાં આવેલા નિયમો જણાવે છે કે અધિકારીઓએ કોઈપણ ક્લેમની કાળજીપૂર્વક તપાસ કરવી જોઈએ. આ પછી, એપ્રુવલ ઓફિસર-ઇન-ચાર્જ (OIC) દ્વારા ઇ-ઓફિસ ફાઇલ દ્વારા મંજૂરી જરૂરી છે. કર્મચારીઓને એ જ UAN નંબર રાખવાની અથવા અગાઉના સર્વિસ રેકોર્ડને સમાન UAN નંબર પર ટ્રાન્સફર કરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી ક્લેમ મેળવવાનું સરળ બને છે.