Fastag Rules: ફાસ્ટેગમાંથી કપાઇ ગયો છે ડબલ ટોલ ટેક્સ તો અહી કરો ફરિયાદ? મળશે રિફંડ

Fastag Rules: ફાસ્ટેગનો ઉપયોગ કરવો જરૂરી છે. આ નહી કરવા પર ડબલ ટોલ ટેક્સ લેવામાં આવે છે. ઘણી વખત ટોલ ટેક્સમાં લોકોના પૈસા બે વાર કપાઇ જાય છે જેના કારણે તેઓ પરેશાન રહે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Fastag Rules: ફાસ્ટેગનો ઉપયોગ કરવો જરૂરી છે. આ નહી કરવા પર ડબલ ટોલ ટેક્સ લેવામાં આવે છે. ઘણી વખત ટોલ ટેક્સમાં લોકોના પૈસા બે વાર કપાઇ જાય છે જેના કારણે તેઓ પરેશાન રહે છે.
2/7
કાર ચલાવતા દરેક વ્યક્તિએ ફાસ્ટેગ અને તેની સંબંધિત માહિતીથી વાકેફ હોવું જોઈએ, કારણ કે ભારતમાં ચાલતા તમામ વાહનો માટે ફાસ્ટેગ લગાવવું ફરજિયાત છે.
3/7
જો તમારી પાસે ફાસ્ટેગ નથી, તો તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. આ જ કારણ છે કે લોકો તેમના ફાસ્ટેગને અપડેટ રાખે છે.
4/7
ઘણી વખત લોકોને ફાસ્ટેગને લઈને ફરિયાદો હોય છે, તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા પ્રશ્નો જોવા મળશે.
5/7
એવી પણ ફરિયાદ છે કે જ્યારે ફાસ્ટેગમાંથી બે વખત પૈસા કપાય છે ત્યારે શું કરી શકાય અને આ રિફંડ કેવી રીતે મળશે.
6/7
જો ક્યારેય તમારો ડબલ ટોલ ટેક્સ કપાય છે તો તમારે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમને તે પાછું મળશે.
7/7
આ માટે તમારે તે બેન્કનો સંપર્ક કરવો પડશે જેમાંથી તમે ફાસ્ટેગ લીધું છે. તમારે કસ્ટમર કેર પર ફોન કરીને આ માહિતી આપવાની રહેશે.જો ડુપ્લિકેટ ટ્રાન્ઝેક્શન થયું હોય તો આ કિસ્સામાં બેન્ક દ્વારા તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં રિફંડ જમા કરવામાં આવે છે.
Sponsored Links by Taboola