FD Rates: આ સરકારી બેંકોની FD સ્કીમ પર મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જુઓ સંપૂર્ણ યાદી
Fixed Deposit Rates: કેનેરા બેંક દેશના સામાન્ય લોકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD કરવાની સુવિધા આપે છે. બેંક સામાન્ય નાગરિકોને FD પર 2.90% થી 6.00% વ્યાજ દર ઓફર કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFixed Deposit Rates: રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ (RBI Repo Rate) માં સતત વધારાની અસર બેંકના થાપણ દરો (FD Rates) પર સ્પષ્ટપણે દેખાય છે. દેશની ઘણી મોટી બેંકોએ તાજેતરમાં જ તેમના એફડીના દરમાં વધારો કર્યો છે.
આવી સ્થિતિમાં, ગ્રાહકોને FD સ્કીમ પર સારું વળતર મળી રહ્યું છે. આજે અમે તમને તે 5 જાહેર ક્ષેત્રની બેંકો વિશે માહિતી આપી રહ્યા છીએ જ્યાં ગ્રાહકોને FD પર સૌથી વધુ વ્યાજ મળી રહ્યું છે.
કેનેરા બેંક દેશના સામાન્ય લોકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD કરવાની સુવિધા આપે છે. બેંક સામાન્ય નાગરિકોને FD પર 2.90% થી 6.00% વ્યાજ દર ઓફર કરી રહી છે. 666 દિવસની FD પર 6.00% વ્યાજ મળે છે.
દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષની FD પર 3.00% થી 6.10% સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે. 405 દિવસની FD પર 6.10% વ્યાજ દર ઉપલબ્ધ છે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FD કરવાની તક આપે છે. બેંક કુલ વ્યાજ દર 3.50% થી 6.10% સુધી આપે છે. 1,000 દિવસની FD પર 6.10% વ્યાજ મળે છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને રૂ. 2 કરોડથી ઓછી એફડી પર 3.00% થી 5.80% સુધીના વ્યાજ દર ઓફર કરે છે. આ દરો 7 દિવસની FD થી 10 વર્ષની FD માટે છે. મહત્તમ વ્યાજ દર 5 થી 10 વર્ષ સુધીની FD પર ઉપલબ્ધ છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની મુદતવાળી FD પર 2.75% થી 5.60% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. 5 થી 10 વર્ષની મુદતવાળી FD યોજનાઓ પર મહત્તમ વ્યાજ આપવામાં આવે છે.