FD Rates: SBI નહીં પણ આ સરકારી બેંકો FD પર સૌથી વધુ વ્યાજ આપે છે, જુઓ સંપૂર્ણ યાદી
Fixed Deposit Rates: અમૃત કલશ યોજના હેઠળ, બેંક સામાન્ય ગ્રાહકોને 7.10 ટકા વ્યાજ દર અને વરિષ્ઠ નાગરિકોને 400 દિવસની FD યોજના પર 7.60 ટકા વ્યાજ દર ઓફર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, શું તમે જાણો છો કે અન્ય ઘણી સરકારી બેંકો છે જે તેમના ગ્રાહકોને SBI કરતા વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. ચાલો જાણીએ તે બેંકો વિશે. આ યાદી Paisa Bazaar.com દ્વારા સંશોધનના આધારે બનાવવામાં આવી છે.
બેંક ઓફ ઈન્ડિયા સામાન્ય ગ્રાહકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 400 દિવસની FD પર 7.75 ટકા વ્યાજ દર આપી રહી છે.
બેંક ઓફ બરોડા 2 થી 3 વર્ષની FD પર સામાન્ય ગ્રાહકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ આપી રહી છે.
પંજાબ નેશનલ બેંક સામાન્ય ગ્રાહકોને 444 દિવસની વિશેષ FD સ્કીમ પર 7.25 ટકા અને 60 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને FD પર 7.75 ટકા વ્યાજ દર આપી રહી છે.
પંજાબ સિંધ બેંક 444 દિવસની મુદત પર સામાન્ય ગ્રાહકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.90 ટકાના મજબૂત વ્યાજ દર ઓફર કરી રહી છે.
જાહેર ક્ષેત્રની મોટી બેંક કેનેરા બેંક 444 દિવસની FD સ્કીમ પર સામાન્ય ગ્રાહકોને 7.25 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.75 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.