PAN-Aadhaar Card Linking: PAN કાર્ડ આધાર સાથે Link થયું છે કે નહીં, મોબાઈલમાં આ રીતે જાણો
નવી દિલ્હીઃ પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે આજે પણ તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ના કરાવ્યુ, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો હજુ સુધી ના કરાવ્યુ હોય તો આજે કરાવી લો.પહેલા આની સમયસીમા 30 જૂન 2020 હતી, જેને વધારીને સરકારે 31 માર્ચ 2021 કરી દીધી હતી. તમારામાંથી ઘણાંએ આધારનને પાન કાર્ડ સાથે લિંક કરાવી પણ દીધું હશે, પરંતુ તે લિંક થયું છે કે નહીં તે કેવી રીતે જાણશો. અમે તમને અહીં તસવીરના માધ્યમથી જણાવી રહ્યા છે કે તનારું પાન કાર્ડ આધાર સાથે લિંક થયું છે કે નહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા ઇનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ https://www1.incometaxindiaefiling.gov.in/home જાવ, ત્યાર બાદ તમારી ડાબી બાજુ Link Aadharનો વિકલ્પ જોવા મળશે. આ લિંક પર ક્લિક કરવાથી નવું પેજ ખુલશે જ્યાં લિંક આધારનો વિકલ્પ હશે.
આ પેજ પર તમને સૌથી ઉપર Click hereનો વિકલ્પ જોવા મળશે જે તમે ફોટામાં જોઈ શકો છો. તેના પર ક્લિક કર્યા બાદ તમને પાન નંબર અને આધાર નંબર પુછશે. ત્યાર બાદ તમારે View Link Aadhar Status બટન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયું હશે તો “Your pan is linked to aadhar number XXXXXXXX134”નો મેસેજ ગ્રીન કલરમાં જોવા મળશે. આ રીતે તમે સરળતાથી જાણી શકો છો કો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયું છે કે નહીં.