Health Insurance Tips: Health Insurance ખરીદતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન
Health Insurance: કોરોના મહામારી પછી લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. આજકાલ લોકો બિમારી પરના ભાવિ ખર્ચને રોકવા માટે હેલ્થ ઇન્શોરન્સ લેવાનું શરૂ કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ ઘણી વીમા કંપનીઓ વીમા પોલિસી વેચે છે, પરંતુ પોલિસી ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અમે તમને તે ટિપ્સ વિશે માહિતી આપી રહ્યા છીએ જે ગ્રાહકે હેલ્થ પોલિસી ખરીદતી વખતે ફોલો કરવી જોઈએ.
સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે તમારે એ તપાસવું જોઈએ કે તમને વીમા પૉલિસીમાં કયા રોગો માટે વીમા કવરેજ મળી રહ્યું છે. આ સાથે તમારે તપાસ કરવી જોઈએ કે તમને પોલિસીમાં પહેલાથી થયેલા રોગ માટે વીમા કવચ મળી રહ્યું છે કે નહીં.
પોલિસી ખરીદતી વખતે તમારે કંપની તમને કઈ હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા આપી રહી છે તેની જાણકારી મેળવવી જરૂરી છે.
જો તમને હેલ્થ ઈન્સ્યોરન્સની સાથે એડ-ઓન અને રાઈડરની સુવિધા મળે છે, તો ચોક્કસપણે તેને પસંદ કરો. આ તમને અકસ્માતના કિસ્સામાં મોટી આર્થિક સહાય આપે છે.
સ્વાસ્થ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે કો-પે વિકલ્પને બિલકુલ પસંદ કરશો નહીં. આમ કરવાથી, તમારે પછીથી હોસ્પિટલના બિલમાં થોડો ભાગ જાતે ચૂકવવો પડશે.
આ સાથે વીમા પોલિસી લેતી વખતે આ વસ્તુઓનું લિસ્ટ પણ તપાસો જે પોલિસીમાં કવર નથી. તેને અવગણવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.