Senior Citizen Schemes: આ 5 યોજનાઓમાં રોકાણ કરીને ભૂલી જાવ રિટાયરમેંટ ટેન્શન ! મળશે મોટી રકમ
અહીંયા સીનિયર સીટિઝન માટે પાંચ રોકાણની યોજના અંગે જાણકારી આપવામાં આવી છે, જે તમારા લક્ષ્યાંક અને જરૂરિયાતોને પૂરી કરી શકે છે. જેમાં બેંક યોજનાઓ લઈ નાની બચત યોજના તથા અન્ય સ્કીમ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીનિયર સીટિઝન સેવિંગ સ્કીમ 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે છે. જેમાં રોકાણની મર્યાદા 30 વર્ષ છે અને પાકતી મુદત પાંચ વર્ષની છે. જેમાં આકર્ષક વ્યાજ દર, ગેરેંટેડ રિર્ટન અને ટેક્સ સેવિંગનો લાભ આપવામાં આવે છે.
વરિષ્ઠ નાગરિકો માટે પણ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ સારી છે. તે સરળતા, સ્થિર વળતર અને પ્રવાહિતા સાથેની યોજના છે. આ FD યોજના બેંક અને પોસ્ટ ઓફિસ બંને દ્વારા પ્રદાન કરવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે એફડીના દર વધારે છે.
પ્રધાનમંત્રી વય વંદના યોજના એ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ પેન્શન યોજના છે, જે વરિષ્ઠ નાગરિકો માટે છે અને તે LIC દ્વારા સંચાલિત છે. તે 10 વર્ષ માટે બાંયધરીકૃત વળતર અને નિયમિત માસિક આવક આપે છે. જો કે, તે હાલમાં સબ્સ્ક્રિપ્શન માટે બંધ છે.
વરિષ્ઠ નાગરિકો પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. તે ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અથવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. જો કે, આવા રોકાણમાં જોખમ હોઈ શકે છે, જેના કારણે રોકાણ વિચારીને કરવું જોઈએ.
પોસ્ટ ઓફિસ માસિક ઈન્કમ સ્કીમમાં ગેરંટી અને દર મહિને રકમ આપવામાં આવે છે. જેમાં ફિક્સ્ડ ઈન્કમ રોકાણકારોને આપવામાં આવે છે. જેમાં મેચ્યોરિટી પાંચ વર્ષ અને વ્યાજ દર ત્રણ મહિને બદલાય છે.