Ration Card Rules: હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરો, નહીંતર રાશન મેળવવામાં થશે મુશ્કેલી

Free Ration: સરકારની આ નવી પહેલનો ઉદ્દેશ્ય વાસ્તવિક જરૂરિયાતમંદ લોકો સુધી રાશન પહોંચાડવાનો છે. જો તમે હજુ સુધી e-KYC નથી કરાવ્યું તો જલ્દી કરાવો, નહીંતર તમને રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સરકારે રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે 15 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. જેમણે ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને રાશન નહીં મળે. રેશનકાર્ડ ધારકોએ હવે તેમના આધાર કાર્ડ દ્વારા ઈ-કેવાયસી કરાવવું પડશે. આ ફરજિયાત છે, નહીં તો રાશનની સુવિધા બંધ થઈ જશે.

ઈ-કેવાયસી દ્વારા સરકાર એવા લોકોની ઓળખ કરી રહી છે જેઓ ખોટી રીતે રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે. આ પ્રક્રિયા પછી માત્ર જરૂરિયાતમંદ લોકો જ યોજનામાં રહેશે. જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે, સારી આવક ધરાવે છે અથવા અન્ય સરકારી લાભો લે છે, તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે. માત્ર ગરીબ અને લાયક પરિવારોને જ લાભ મળશે.
રાશન સુવિધા ચાલુ રાખવા માટે શક્ય તેટલી વહેલી તકે ઇ-કેવાયસી કરવું પડશે. આ પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. રાજ્ય સરકારના ખાદ્ય પુરવઠા વિભાગની વેબસાઈટ પર જઈને આધાર નંબર લિંક કરો. તમારા નજીકના રેશન ડીલર અથવા ફૂડ સપ્લાય સેન્ટર પર જાઓ અને આધાર કાર્ડ વડે ઈ-કેવાયસી કરાવો.
સૌથી પહેલા રાજ્ય સરકારની PDS વેબસાઈટ ખોલો. ‘રેશન કાર્ડ e-KYC’ વિભાગ પર જાઓ. આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો. OTP વેરિફિકેશન પછી E-KYC પૂર્ણ થશે.
જો 15મી ફેબ્રુઆરી સુધીમાં ઈ-કેવાયસી કરવામાં ન આવે તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અને તમે મફત રાશન યોજનામાંથી બહાર થઈ જશો.