G20 Summit 2023: G20 ના સફળ આયોજન માટે વિદેશી મીડિયા ભારત પર ઓળઘોળ, જાણો વખાણ કરતાં તેઓએ શું લખ્યું?
આંતરરાષ્ટ્રીય મીડિયાએ G20 સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે અને તેના પરિણામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રાજદ્વારી વિજય તરીકે વર્ણવ્યું છે, જે વૈશ્વિક મંચ પર દેશનો પ્રભાવ વધારવા માટે દબાણ કરી રહ્યા છે. ભારતે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઇન્ડોનેશિયા જેવા ઉભરતા અર્થતંત્રો સાથે શ્રેણીબદ્ધ વ્યાપક વાટાઘાટો દ્વારા વિવાદાસ્પદ યુક્રેન યુદ્ધ પર G20 દેશો વચ્ચે અભૂતપૂર્વ સર્વસંમતિ બનાવવામાં સફળ રહી. આ કારણે, દેશે પરિષદના પ્રથમ દિવસે 'નવી દિલ્હી શિખર ઘોષણા' પર સમજૂતી સુધી પહોંચવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટલાક નિષ્ણાતોએ કરારને રશિયાની જીત તરીકે જોયો, જ્યારે અન્યોએ તેને પશ્ચિમ માટે એક સિદ્ધિ ગણાવી, એસોસિએટેડ પ્રેસે 'વિભાજિત વૈશ્વિક શક્તિઓ વચ્ચે G20 સમિટ કરાર મોદી માટે રાજદ્વારી જીત' શીર્ષકવાળા લેખમાં જણાવ્યું હતું. જો કે, મોટાભાગના નિષ્ણાતો સહમત છે કે વડાપ્રધાન મોદી માટે આ વિદેશ નીતિની જીત છે કારણ કે તેઓ વૈશ્વિક મંચ પર ભારતનો પ્રભાવ વધારવા પર ભાર મૂકી રહ્યા છે.
બ્લૂમબર્ગે કહ્યું, G20 એ વૈશ્વિક નેતા તરીકે ભારતીય વડાપ્રધાનની સ્થિતિને મજબૂત બનાવી છે.
પત્રકાર જ્હોન રીડે ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં તેમના લેખમાં જણાવ્યું હતું કે, મને લાગે છે કે તે ભારત અને વ્યક્તિગત રીતે મોદી બંને માટે નિર્વિવાદ વિજય છે.
ગલ્ફ ન્યૂઝે લખ્યું છે કે, ભારત માટે, G20 પ્રેસિડન્સીએ બહુપક્ષીય મુત્સદ્દીગીરીમાં દેશની વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરી છે અને તે એક અવાજ તરીકે ઉભરી છે જેને સાંભળવી જોઈએ.
અંગ્રેજી ભાષાના અખબાર 'ચાઈના ડેઈલી'માં પ્રકાશિત થયેલા એક ભારતીય પ્રોફેસરનો લેખ એ વાત પર ભાર મૂકે છે કે ભારતે તેના G20 પ્રમુખપદ દરમિયાન ઘણા નવા ધોરણો બનાવ્યા છે.
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું, G20નો આ સફળ કાર્યક્રમ ભારતમાં PM મોદી અને તેમની પાર્ટી ભાજપને મજબૂત કરશે. ભારતને આ સમિટની યજમાનીથી ઘણું બધુ મેળવવાનું છે કારણ કે તેણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાને અત્યંત આકર્ષક બનાવ્યું છે.