Gold Price: તેજીને બ્રેક વાગી! સોના-ચાંદીમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

gold price drop today: સતત ચાર દિવસની ઐતિહાસિક તેજીને બ્રેક વાગી, સોનું ₹1700 અને ચાંદી ₹1000 સસ્તી થઈ જાણો નિષ્ણાતોનો અભિપ્રાય.

Continues below advertisement

Gold Rate Today: છેલ્લા ચાર દિવસથી બુલિયન માર્કેટમાં ચાલી રહેલી રેકોર્ડબ્રેક તેજી બાદ આજે સોના અને ચાંદીના ભાવ (Gold and Silver Prices) માં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

Continues below advertisement
1/6
મંગળવારે નબળા વૈશ્વિક સંકેતો અને ઉંચા મથાળે રોકાણકારો દ્વારા કરવામાં આવેલા પ્રોફિટ બુકિંગ (Profit Booking) ને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર પીછેહઠ થઈ છે. લગ્નસરાની સીઝન વચ્ચે ભાવ ઘટતા ગ્રાહકોને થોડી રાહત મળી છે.
2/6
સોનાના ભાવમાં આટલો ઘટાડો (Gold Price Dip) - ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાના ભાવમાં મંગળવારે ₹1,700 નો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ભાવ ઘટીને ₹1,35,900 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે.
3/6
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે સોનું ₹4,000 ના ઉછાળા સાથે ₹1,37,600 ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે (All-Time High) પહોંચ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં સોનામાં કુલ ₹6,000 નો વધારો થયો હતો, જે આજે અટક્યો છે.
4/6
ચાંદી પણ થઈ સસ્તી (Silver Price Fall) - સોનાની પાછળ પાછળ ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. મંગળવારે ચાંદીના ભાવ ₹1,000 ઘટીને ₹1,98,500 પ્રતિ કિલો થયા છે. સોમવારે ચાંદી ₹1,99,500 ના લેવલ પર સ્થિર હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ હાજર ચાંદી 1.67 ટકાના ઘટાડા સાથે $63.02 પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
5/6
બજારના નિષ્ણાતોના મતે આ ઘટાડો સ્વાભાવિક છે. LKP સિક્યોરિટીઝ ના જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "બજારમાં વોલેટિલિટી અને પ્રોફિટ બુકિંગને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. વૈશ્વિક સ્તરે સોનું $4275 ના સ્તર તરફ સરકી ગયું છે."
Continues below advertisement
6/6
નિષ્ણાંતો અનુસાર સ્થાનિક બજારમાં ભાવ નરમ પડ્યા છે અને ચાર દિવસનો ઉછાળો ઘટ્યો છે. જોકે, ભારતીય રૂપિયામાં જોવા મળેલી ઐતિહાસિક નબળાઈએ સોનાના ભાવને વધુ પડતા અટકાવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ $27.80 (0.65%) ઘટીને $4277.42 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
Sponsored Links by Taboola