સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
એક કિલો ચાંદીનો ભાવ 1,945 વધીને 97,494 થયો, જાણો ભાવ વધારાના કારણો.
Continues below advertisement

Gold Silver Rate: સોનાએ આજે નવી ઊંચાઈઓ સર કરી છે. 14 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ, સોનું તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 110 રૂપિયા વધીને 87,210 રૂપિયા થયો છે. ગઈકાલે, 13 ફેબ્રુઆરીએ, સોનું 87,100 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર હતું, જે આજે વધુ ઊંચે પહોંચ્યું છે.
Continues below advertisement
1/7

સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. એક કિલો ચાંદીનો ભાવ આજે 1,945 રૂપિયા વધીને 97,494 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 95,549 રૂપિયા પ્રતિ કિલો હતો. જો કે, ચાંદી હજુ પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરથી દૂર છે. ચાંદીએ 23 ઓક્ટોબર 2024ના રોજ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો, જ્યારે તે પ્રતિ કિલો રૂ. 99,151 પર પહોંચી હતી.
2/7
શહેર પ્રમાણે સોનાના ભાવમાં પણ થોડો તફાવત જોવા મળે છે. અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 87,210 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 79,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
3/7
વર્ષની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,927 રૂપિયા મોંઘો થયો છે, જે 76,162 રૂપિયાથી વધીને 86,089 રૂપિયા પર પહોંચ્યો છે. તેવી જ રીતે, ચાંદીનો ભાવ પણ 11,477 રૂપિયા પ્રતિ કિલો વધ્યો છે, જે 86,017 રૂપિયાથી વધીને 97,494 રૂપિયા થયો છે.
4/7
જો મેટ્રો શહેરોની વાત કરીએ, તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,050 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 79,900 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,160 રૂપિયા છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,900 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,160 રૂપિયા છે. ભોપાલ અને અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,950 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
5/7
સોનાના ભાવમાં આ વધારા માટે ઘણા કારણો જવાબદાર છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી સોનું મોંઘુ થઈ રહ્યું છે. આ ઉપરાંત, વધતો જતો ફુગાવો પણ સોનાના ભાવને ટેકો આપી રહ્યો છે. શેરબજારમાં વધતી જતી અસ્થિરતાને કારણે, લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેનાથી માંગ વધી રહી છે.
Continues below advertisement
6/7
ગત વર્ષે સોના અને ચાંદી બંનેએ રોકાણકારોને સારું વળતર આપ્યું હતું. 2024માં સોનાએ 20% અને ચાંદીએ 17% રિટર્ન આપ્યું હતું. 2024માં સોનાના ભાવમાં 20.22%નો વધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં 17.19%નો વધારો થયો હતો.
7/7
નિષ્ણાંતોનું માનવું છે કે સોનામાં હજુ પણ તેજી ચાલુ રહેશે અને આ વર્ષે સોનું 90 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. અમેરિકા અને યુકે દ્વારા વ્યાજ દરમાં ઘટાડો અને વધતા ભૂ-રાજકીય તણાવ સોનાના ભાવને વધુ વધારી શકે છે. ગોલ્ડ ETFમાં રોકાણ પણ વધી રહ્યું છે, જે સોનાની માંગમાં વધારો કરી રહ્યું છે.
Published at : 14 Feb 2025 08:22 PM (IST)