સોનું થઈ ગયું સસ્તું, ચાંદી પણ 4200 રુપિયા સસ્તી, પ્રતિ 10 ગ્રામ Gold ની આ છે લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું સસ્તું, ચાંદી પણ 4200 રુપિયા સસ્તી, પ્રતિ 10 ગ્રામ Gold ની આ છે લેટેસ્ટ કિંમત
Continues below advertisement
પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/5
શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ ₹1,500 ઘટીને ₹129,400 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા. આ નબળાઈ વૈશ્વિક બજારના નબળા પડવા અને ફેડરલ રિઝર્વના અધિકારીઓના નિવેદનોના કારણે આવ્યા છે.
2/5
પીટીઆઈ અનુસાર, 99.5% શુદ્ધતા ધરાવતું સોનું શુક્રવારે ₹128,800 (બધા કર સહિત) પર આવી ગયું હતું જે ગુરુવારે ₹130,300 હતું. સ્થાનિક બુલિયન બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતું સોનું પાછલા સત્રમાં ₹130,900 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
3/5
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ફેડના આગામી દર ઘટાડાને લગતી અનિશ્ચિતતા વધતાં અઠવાડિયાના અંતે સોનું નબળું પડ્યું હતું. ઓક્ટોબરથી સરકારી એજન્સીઓ બંધ રહેવાને કારણે નવા આર્થિક ડેટા પણ જાહેર થવામાં અવરોધ આવ્યો છે, જેના કારણે ફેડ અધિકારીઓ સાવધ બન્યા છે.
4/5
શુક્રવારે ચાંદી ₹4,200 ઘટીને ₹1,64,800 પ્રતિ કિલો (બધા કર સહિત) પર આવી ગઈ. ગુરુવારે ચાંદી ₹1,69,000 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ લગભગ 1% ઘટીને $4,137.88 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
5/5
સ્પોટ સિલ્વર 0.49% ઘટીને $52.03 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. LKP સિક્યોરિટીઝના રિસર્ચ વિશ્લેષક જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે ફેડ અધિકારીઓના નિવેદનો અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી સોનાના ભાવ પર દબાણ આવ્યું છે.
Continues below advertisement
Published at : 14 Nov 2025 10:07 PM (IST)