એક સપ્તાહમાં અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું, જાણો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ
સ્થાનિક બજારમાં પણ ભાવમાં ઘટાડો હવે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં થયેલા ફેરફારની વાત કરીએ IBJA વેબસાઈટ અનુસાર, 24 કેરેટ સોનાની કિંમત 76190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. 29 નવેમ્બરે તે 76,738 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે મુજબ એક સપ્તાહમાં 999 શુદ્ધતાના સોનામાં 548 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાનો લેટેસ્ટ ભાવ - 24 કેરેટ સોનું - રૂ 76190/10 ગ્રામ, 22 કેરેટ સોનું - રૂ 74360/10 ગ્રામ, 20 કેરેટ સોનું - રૂ 67810/10 ગ્રામ, 18 કેરેટ સોનું - રૂ 61710/10 ગ્રામ, 14 કેરેટ સોનું - રૂ 49140/10 ગ્રામ
IBJA વેબસાઇટ પર ઉપલબ્ધ સ્થાનિક બજારમાં સોનાની આ કિંમતો 3% GST અને મેકિંગ ચાર્જ વિના છે. મેકિંગ ચાર્જિસ અલગ અલગ હોય છે અને તેના કારણે દેશના વિવિધ શહેરોમાં સોનાની કિંમતમાં ફેરફાર જોવા મળે છે.
એક્સાઈઝ ડ્યુટી, રાજ્યના કર અને મેકિંગ ચાર્જના કારણે દેશભરમાં સોનાના આભૂષણોની કિંમત બદલાતી રહે છે. તમને જણાવી દઈએ કે જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટ સોનું જ વપરાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટ સોનું પણ વાપરે છે.
કેરેટ પ્રમાણે જ્વેલરી પર હોલ માર્ક નોંધવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999 લખેલું છે, જ્યારે 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.