Government Scheme: ખૂબ કામની છે આ સ્કીમ, સરકાર ઉઠાવે છે પુત્રીના જન્મથી અભ્યાસ સુધીનો તમામ ખર્ચ
અમે તમને બાલિકા સમૃદ્ધિ યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ યોજના વર્ષ 1997માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજના ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતી દીકરીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર છોકરીઓને આર્થિક મદદ કરે છે.
આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દીકરીના જન્મ પર 500 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ સિવાય કન્યાના ધોરણ 10 સુધીના શિક્ષણ માટે અનેક પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે. બાળકીને ધોરણ 1 થી 3 સુધી દર વર્ષે 300 રૂપિયા, વર્ગ 4 માં 500 રૂપિયા, 5 માં ધોરણમાં 600 રૂપિયા, ધોરણ 6 થી 7 માં રૂપિયા 700, ધોરણ 8 માં રૂપિયા 800 અને ધોરણ 9 અને 10માં રૂપિયા 1000 ની વાર્ષિક આર્થિક સહાય મળે છે. 2
આ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બીપીએલ પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકશે.
આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારે બાળકીનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાનું રેશન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ જેવી વસ્તુઓની જરૂર પડશે.
આ સ્કીમમાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. ઑફલાઇન અરજી માટે, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કેન્દ્રો પર જવું પડશે.