Gratuity Rules: 1 વર્ષની નોકરી બાદ કંપની ગ્રેચ્યુઈટી આપવાની ના પાડે તો શું કરવું? જાણો ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

નવા શ્રમ કાયદાનો પાવર: હવે 5 વર્ષની રાહ જોવાની જરૂર નથી, જો કંપની હક મારે તો આ રીતે મોકલો લીગલ નોટિસ.

Continues below advertisement

દેશમાં અમલમાં આવેલા નવા શ્રમ કાયદાઓએ કર્મચારીઓના હિતમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. સૌથી મોટો બદલાવ ગ્રેચ્યુઈટીના નિયમોમાં આવ્યો છે.

Continues below advertisement
1/6
અગાઉ ગ્રેચ્યુઈટી મેળવવા માટે કોઈ એક કંપનીમાં સતત 5 વર્ષ કામ કરવું ફરજિયાત હતું, પરંતુ હવે માત્ર 1 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારી પણ આ આર્થિક લાભ માટે પાત્ર ગણાય છે. જોકે, ઘણી કંપનીઓ હજુ પણ જૂના નિયમોનું બહાનું કાઢીને અથવા અન્ય કારણોસર ગ્રેચ્યુઈટી ચૂકવવાનો ઈનકાર કરતી હોય છે. જો તમારી સાથે આવું થાય, તો ગભરાવાની જરૂર નથી. તમે કાયદાકીય રાહે તમારો હક કેવી રીતે મેળવી શકો છો, તેની સંપૂર્ણ પ્રક્રિયા અહીં સમજાવવામાં આવી છે.
2/6
જો તમે 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય અને કંપની ગ્રેચ્યુઈટી આપતી ન હોય, તો આક્રમક થવાને બદલે સૌ પ્રથમ શાંતિથી વાતચીતનો માર્ગ અપનાવો. તમારા HR મેનેજર અથવા રિપોર્ટિંગ હેડનો સંપર્ક કરો. ઘણીવાર માત્ર ગેરસમજ (Miscommunication) અથવા અપડેટના અભાવે પેમેન્ટ અટક્યું હોય છે. તમારી પાસે રહેલા જોઈનિંગ લેટર અને સર્વિસના પુરાવા સાથે રજૂઆત કરો અને જણાવો કે નવા નિયમો મુજબ તમે ગ્રેચ્યુઈટીના હકદાર છો. મોટાભાગના કિસ્સાઓમાં મામલો અહીં જ ઉકેલાઈ જાય છે.
3/6
જો મૌખિક રજૂઆત કે HR સાથેની મીટિંગનું કોઈ પરિણામ ન આવે, તો તમારે ઔપચારિક અને કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવી પડશે. આ માટેનું બીજું પગલું છે કંપનીને 'લીગલ નોટિસ' (Legal Notice) મોકલવી. આ નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરો કે તમે 1 વર્ષની સેવા આપી છે અને કાયદા મુજબ તમે ગ્રેચ્યુઈટી મેળવવા પાત્ર છો. નોટિસમાં કંપનીને જવાબ આપવા માટે ચોક્કસ સમયમર્યાદા આપવી અત્યંત આવશ્યક છે, જેથી તેઓ જવાબદારીમાંથી છટકી ન શકે.
4/6
જો કંપની તમારી લીગલ નોટિસને પણ અવગણે અથવા પૈસા ચૂકવવાનો સ્પષ્ટ ઈનકાર કરે, તો તમારે સરકારી તંત્રની મદદ લેવી જોઈએ. તમે તમારા વિસ્તારના 'જિલ્લા શ્રમ કમિશનર' (District Labor Commissioner) ની કચેરીમાં જઈને લેખિત ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ મળ્યા બાદ, સહાયક શ્રમ કમિશનર તમારા કેસ અને દસ્તાવેજોની ચકાસણી કરશે. ત્યારબાદ તેઓ કંપની અને તમને એમ બંને પક્ષોને સાંભળવા માટે બોલાવશે અને મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
5/6
તમારા દસ્તાવેજો અને દાવા સાચા સાબિત થયા બાદ, શ્રમ કમિશનર કંપનીને ગ્રેચ્યુઈટી ચૂકવવાનો સત્તાવાર આદેશ આપી શકે છે. આ આદેશનું પાલન કંપનીએ નિયત સમયમાં કરવું ફરજિયાત હોય છે.
Continues below advertisement
6/6
જો શ્રમ કમિશનરનો આદેશ મળ્યાના 30 દિવસની અંદર પણ કંપની ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય, તો મામલો ગંભીર બને છે. આ તબક્કે અધિકારી કંપની સામે કડક કાયદાકીય રાહે પગલાં લઈ શકે છે. નવા નિયમો મુજબ, નિયમ ભંગ કરનાર કંપની કે એમ્પ્લોયરને ભારે દંડ થઈ શકે છે અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.
Sponsored Links by Taboola