જો તમે પણ આ ભૂલ કરશો તો થઇ જશો કંગાળ, HDFC બેન્કે જાહેર કરી ચેતવણી
HDFC Bank Alert: છેલ્લા ઘણા દિવસોથી સતત હેકિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેના કારણે લોકોના બેન્ક એકાઉન્ટ જોખમમાં છે. આવી સ્થિતિમાં HDFC બેન્કે તેના યુઝર્સને ચેતવણી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાયબર હુમલાખોરો માટે હવે લોકોના બેન્ક એકાઉન્ટ હેક કરવાનું સરળ બની ગયું છે. એચડીએફસી બેન્કે તેના ખાતાધારકોને ચેતવણી આપી છે અને તેમને ભૂલો ટાળવા કહ્યું છે.
એચડીએફસી બેન્કના જણાવ્યા અનુસાર, તમારું બ્લૂટૂથ હંમેશા ચાલુ ન રાખો. એવું જોવામાં આવે છે કે ઇયરફોન, લેપટોપ અને અન્ય ગેજેટ્સને આપણા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરવા માટે આપણે આપણું બ્લૂટૂથ ચાલુ કરીએ છીએ, પરંતુ ઉપયોગ કર્યા પછી તેને તરત જ બંધ કરી દેવું જોઈએ.
જ્યારે પણ તમે તમારી બેન્કિંગ એપનો ઉપયોગ કરો ત્યારબાદ લોગ આઉટ કર્યા વિના તેને ક્યારેય બંધ કરશો નહીં. કારણ કે આમ કરવું જોખમી બની શકે છે. તેથી એપ બંધ કરતા પહેલા દર વખતે લોગ આઉટ કરવું મહત્વપૂર્ણ છે.
જ્યારે પણ તમે કોઈપણ સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરો છો, ત્યારે તે દરમિયાન તમારી બેન્કિંગ સેવાનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. આવું કરવું જોખમી બની શકે છે કારણ કે હેકિંગનો ડર રહે છે.
જ્યારે પણ તમે કોઈપણ એપ માટે પાસવર્ડ સેટ કરો ત્યારે તમારી અગાઉની એપ જેવો જ પાસવર્ડ ન વાપરો. જો તમે આમ કરો છો જો PIN લીક થાય છે, તો હેકર્સ તમારી બેન્કિંગ એપ્લિકેશન્સને ઍક્સેસ કરી શકે છે.આ સિવાય HDFC બેન્કનું કહેવું છે કે જ્યારે પણ તમે તમારો ફોન સર્વિસ સેન્ટરને રિપેર કરવા માટે આપો તો પહેલા તેને ડિલીટ કરો. કારણ કે આ રીતે રિપેરિંગ માટે તમારો ફોન આપવો તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.