બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
IT કંપની હેક્સાવેર ટેકનોલોજીસ આ વર્ષે તેના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં 6000થી 8000 સુધીનો વધારો કરવા જઈ રહી છે. આમાંથી લગભગ 4000 કર્મચારીઓની ભરતી ભારતમાં કરવામાં આવશે. હેક્સાવેરે એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીમાં હાલમાં લગભગ 30,000 કર્મચારીઓ કાર્યરત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેક્સાવેરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ટેલેન્ટ સપ્લાય ચેઇનના ગ્લોબલ હેડ રાજેશ બાલસુબ્રમણ્યમે કહ્યું, અમે વૈશ્વિક સ્તરે 6000 8000 કર્મચારીઓની નિયુક્તિ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. આમાંથી લગભગ 4000 કર્મચારીઓ ભારતમાંથી આવશે.
હેક્સાવેર ટેકનોલોજીસ ભારત, અમેરિકા, કેનેડા, મેક્સિકો, પોલેન્ડ અને બ્રિટનમાં સ્થિત તેના કેન્દ્રોમાં ભરતી માટે અભિયાન ચલાવશે. ભારતમાં હૈદરાબાદ, નોઈડા, કોઈમ્બતૂર, દેહરાદૂન અને બેંગલુરુ સહિત ઘણા સ્થળો માટે ભરતી કરવામાં આવશે.
નવી મુંબઈમાં હેક્સાવેરનું હેડક્વાર્ટર છે અને કંપનીના 16 દેશોમાં 45થી વધુ ઓફિસો છે. હેક્સાવેર પ્રતિભાશાળી વ્યાવસાયિકોની ભરતી માટે અમદાવાદ, ઇન્દોર, પુણે, મુંબઈ, ચેન્નઈ, દેહરાદૂન, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં પણ ભરતી અભિયાન ચલાવવાની યોજના ધરાવે છે.
હેક્સાવેર ટેકનોલોજીસમાં ફ્રેશર્સ માટે પગાર પેકેજ જોઈએ તો સરેરાશ ડેટા એન્ટ્રી ઓપરેટરને દર વર્ષે એક લાખ રૂપિયાથી લઈને સીનિયર મેનેજમેન્ટ ટ્રેની માટે વાર્ષિક 17.6 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. (પગાર ડેટા સ્રોત એમ્બિશનબોક્સ)