Aadhaar Card: આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ નંબર લિંક થાય, જાણો શું છે નિયમ
Aadhaar Card: આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ નંબર લિંક થાય, જાણો શું છે નિયમ
પ્રતિકાત્મક તસવીર
1/7
Aadhaar Card : આધાર કાર્ડ હાલના સમયમાં એક ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે. દરેક સરકારી કામમાં આધારકાર્ડની જરુર પડે છે. જેના કારણે આધાર હંમેશા સાથે રાખવુ પડે છે.
2/7
આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI અનુસાર, અમે તમને એક મોબાઈલ નંબર સાથે કેટલા આધાર કાર્ડ લિંક કરી શકાય છે તેની માહિતી આપી રહ્યા છીએ.
3/7
કોઈપણ યોજનાનો લાભ મેળવવાથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધીના કાર્યો માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ છે.
4/7
12 અંકનો યૂનિક નંબર હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક નાગરિકનું નામ, સરનામું અને બાયોમેટ્રિક માહિતી આધાર નંબરમાં નોંધવામાં આવે છે.
5/7
UIDAI નાગરિકોને તેમના મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરવાની સલાહ પણ આપે છે. આ સાથે, તમે આધાર સંબંધિત કોઈપણ ફેરફારો કરવા માટે OTP મેળવી શકો છો.
6/7
શું તમે જાણો છો કે એક આધાર સાથે કેટલા મોબાઈલ નંબર લિંક કરી શકાય છે? UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તમે ઈચ્છો તેટલા આધાર નંબર એક મોબાઈલ સાથે લિંક કરી શકો છો.
7/7
આ માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરંતુ, UIDAI ભલામણ કરે છે કે આધાર વપરાશકર્તાઓ હંમેશા તેમના મોબાઇલ નંબર સાથે આધાર લિંક કરે.
Published at : 01 Feb 2024 10:28 PM (IST)