એક બેંક એકાઉન્ટ પર કેટલા UPI ID બનાવી શકાય છે? આ રહ્યો જવાબ
NPCI તરીકે ઓળખાતા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ અથવા UPI બનાવ્યું છે. UPI એ મધ્યવર્તી રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે જે બે વ્યક્તિઓ વચ્ચે અથવા વ્યક્તિ અને વેપારી વચ્ચેના વ્યવહારો પૂર્ણ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેની સૌથી મોટી વિશેષતા એ છે કે વિવિધ બેંક ખાતાઓને UPIની કોઈપણ એક મોબાઈલ એપ સાથે લિંક કરી શકાય છે. તમે એ જ મોબાઈલ એપથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને કોઈપણ વેપારીને પેમેન્ટ પણ કરી શકો છો.
Google Pay દ્વારા UPI નો ઉપયોગ કરવા માટે, તમારે UPI ને સપોર્ટ કરતી બેંક પસંદ કરવી જોઈએ. UPI એપ્લિકેશન પર તમારે VPA અથવા વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ બનાવવું પડશે.
VPA વિવિધ સેવા પ્રદાતાઓ માટે બદલાઈ શકે છે, જેમ કે PhonePe નો UPI VPA મોબાઈલ number@ybl હશે. જો Google Pay પાસે VPN હોય, તો તેનું સરનામું તમારું name@obbankname હશે.
એક બેંક ખાતા સાથે 4 UPI ID ને લિંક કરી શકાય છે, અને તમે જ્યારે ઇચ્છો ત્યારે આ UPID કાઢી શકો છો. એક જ બેંક એકાઉન્ટ પર અલગ-અલગ UPI ID બનાવી શકો છો.