ઇન્ટરનેટ વગર તમારું PF બેલેન્સ કઈ રીતે ચેક કરવું? જાણો એકદમ સરળ રીત
ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા PF બેલેન્સને તપાસવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી SMS સંદેશ મોકલવાની જરૂર છે.

પ્રતિકાત્મક તસવીર
1/6
જો તમે નોકરી કરતા હોય તો તમે કદાચ PF થી પરિચિત હશો. કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) એક નિવૃત્તિ બચત યોજના છે જેમાં કર્મચારી અને નોકરીદાતા બંને તેમના માસિક પગારનો એક ભાગ ફાળો આપે છે. આ ડિપોઝિટ નિવૃત્તિ પછી અથવા નોકરી ગુમાવવાના કિસ્સામાં ઉપાડી શકાય છે.
2/6
જો તમારા પગારમાંથી PF કાપવામાં આવે છે તો તમારા PF બેલેન્સને નિયમિતપણે તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઇન્ટરનેટ કનેક્શન વગર મિનિટોમાં તમારા ફોન પર તમારા PF બેલેન્સને સરળતાથી ચકાસી શકો છો.
3/6
તમારુ પીએ બેલેન્સ જાણવા માટે તમારે લોગ ઇન કરવાની પણ જરૂર નથી. ચાલો જાણીએ કે તમારે શું કરવાની જરૂર રહેશે.
4/6
ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા PF બેલેન્સને તપાસવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી SMS સંદેશ મોકલવાની જરૂર છે. જો કે, ધ્યાનમાં રાખો કે આ સુવિધા માટે તમારો નંબર તમારા UAN સાથે લિંક હોવો જરૂરી છે. મેસેજ ફોર્મેટ યોગ્ય હોવો જોઈએ નહીં તો તમે SMS દ્વારા તમારા PF બેલેન્સને ચકાસી શકશો નહીં.
5/6
ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા PF બેલેન્સને ચેક કરવા માટે 7738299899 પર SMS મોકલો. પછી, મેસેજિંગ એપમાં "EPFOHO UAN ENG" ફોર્મેટનો ઉપયોગ કરીને SMS લખો. તમે "ENG" ને તમારી પસંદગીની ભાષાના પહેલા ત્રણ અક્ષરોથી બદલી શકો છો. SMS મોકલો. આનાથી તમને તમારા મોબાઇલ ફોન પર તમારા PF બેલેન્સની માહિતી મોકલવામાં આવશે.
6/6
તમે મિસ્ડ કોલ કરીને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તમારા PF બેલેન્સને ચેક કરી શકો છો. ફક્ત તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9966044425 પર કૉલ કરો. કૉલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને તમને ટૂંક સમયમાં SMS દ્વારા તમારું PF બેલેન્સ અને સંબંધિત માહિતી પ્રાપ્ત થશે.
Published at : 09 Apr 2026 08:20 PM (IST)