જો ઇલોન મસ્ક અને મુકેશ અંબાણી ગરીબ હોત તો કેવા દેખાતા હોત? AIએ બનાવી ધનકુબેરની તસવીરો
ઇલોન મસ્કનું નામ કોણ નથી જાણતું... થોડા મહિના પહેલા સુધી તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, ઇલોન મસ્કની નેટવર્થ હાલમાં $187.6 બિલિયન છે. હાલમાં તેઓ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈલોન મસ્ક પછી એમેઝોનના જેફ બેઝોસનો નંબર આવે છે. વૈભવી જીવન જીવતા બેઝોસ પાસે હાલમાં $125.2 બિલિયનની સંપત્તિ છે અને આ નેટવર્થ સાથે તેઓ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે.
માઇક્રોસોફ્ટ કંપની બનાવીને વિશ્વભરના લોકોના જીવનને પ્રભાવિત કરતા બિલ ગેટ્સ લાંબા સમયથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેમ છતાં તે 109.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તે હાલમાં ફોર્બ્સની રીયલટાઇમ બિલિયોનેર્સની યાદીમાં $84 બિલિયનની નેટવર્થ સાથે 13મું સ્થાન ધરાવે છે.
ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે તે હજુ પણ ટોચના ધનકુબેરોમાંથી એક છે. ઝકરબર્ગ હાલમાં ફોર્બ્સની યાદીમાં 15મા ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ $76.7 બિલિયન છે.
ગોકુલ પિલ્લઈ દ્વારા તૈયાર કરાયેલી તસવીરોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત, ટ્રમ્પ એક ખૂબ મોટા ઉદ્યોગપતિ પણ છે અને તેમની નેટવર્થ પણ ઘણી મોટી છે. અત્યારે તેમની પાસે 250 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે.