PF એકાઉન્ટમાં નવો મોબાઇલ નંબર અપડેટ કેવી રીતે કરશો? જાણો સરળ પ્રક્રિયા
PF Account New Number: જો તમારો જૂનો નંબર પીએફ એકાઉન્ટમાં એડ કરવામાં આવ્યો છે. જો તે બંધ હોય તો મુશ્કેલી આવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે તમારા પીએફ એકાઉન્ટમાં નવો નંબર કેવી રીતે એડ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને આના પર વાર્ષિક સારુ વ્યાજ પણ મળે છે. જો તમને ક્યારેય પૈસાની જરૂર હોય. તેથી તમે તમારા પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો.
ઘણીવાર લોકો તેમના જૂના નંબર બદલી નાખે છે. પરંતુ પીએફ ખાતામાં તેમનો જૂનો નંબર જ એડ કરેલો હોય છે. આવા સંજોગોમાં સમસ્યા સર્જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે તમે તમારા પીએફ એકાઉન્ટમાં નવો નંબર કેવી રીતે એડ કરી શકો છો.
આ માટે સૌથી પહેલા તમારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનની ઓફિશિયલ વેબસાઈટ એટલે કે EPFO https://www.epfindia.gov.in/site_en/index.php પર જવું પડશે.
આ પછી તમારે EPFO મેમ્બર પોર્ટલ પર જવું પડશે અને જ્યાં તમારે તમારો UAN અને પાસવર્ડ નાખીને તમારા એકાઉન્ટમાં લોગીન કરવું પડશે.
આ પછી તમારે મેનેજ વિભાગમાં જવું પડશે અને પછી કોન્ટેક્સ ડિટેલ્સ પર ક્લિક કરવું પડશે. આ પછી તમારો મોબાઇલ નંબર બદલવાનો વિકલ્પ તમારી સામે દેખાશે, તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
તમારે તમારો મોબાઈલ નંબર બે વાર એન્ટર કરવો પડશે. ત્યારપછી તમારે ગેટ ઓથરાઈઝેશન પર ક્લિક કરવું પડશે, આ પછી તમારા નંબર પર OTP આવશે, તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. તમારો નવો નંબર EPFO પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે.