Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ
E KYC process for ration card: શું તમારી પાસે રાશન કાર્ડ છે? જો નહીં, પરંતુ તમે પાત્ર છો તો તમે રેશન કાર્ડ બનાવી શકો છો અને દર મહિને મફત રાશન મેળવી શકો છો. વાસ્તવમાં, ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક અંત્યોદય યોજના છે, જે હેઠળ પાત્ર લોકોને મફત રાશનની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં, જો તમે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને મફત રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારુ રેશનકાર્ડ પણ કેન્સલ થઈ શકે છે. તેથી, આ કામ સમયસર પૂર્ણ કરો.
eKYC કરવા સૌ પ્રથમ Google Play Store માંથી My Ration app ડાઉનલોડ કરો. My Ration app દ્વારા, ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો અને રસીદ તેમજ રાશનકાર્ડને લગતી ઘણી બીજી સેવાઓ જોવા મળે છે. એપ્લિકેશનમાં આધાર અને મોબાઈલની સ્થિતિ, જાહેર વિતરણ વ્યવસ્થા, આધાર ઈ કેવાયસી, અનલિંક મોબાઈલ, અનલિંક આધાર જેવી સેવાઓ ઉપલબ્ધ છે.
Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.
હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.
નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રાશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે NO દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.
નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આંખ ખૂલી રાખવી જરૂરી છે.
ગ્રીન લાઈન થયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે, તમને સક્સેસફુલ મેસેજ મળશે.