Offer For Sale: સરકાર 12% ડિસ્કાઉન્ટ પર વેચશે આ સરકારી કંપનીના શેર, ફ્લોર પ્રાઈસ 79 રૂપિયા પ્રતિ શેર નક્કી
Offer For Sale: કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની હાઉસિંગ ફાઇનાન્સ કંપની HUDCO (હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં તેનો હિસ્સો વેચવા માટે વેચાણની ઑફર લઈને આવી રહી છે. કેન્દ્ર સરકાર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનનો 7 ટકા હિસ્સો ઓફર ફોર સેલ દ્વારા વેચશે. નોન-રિટેલ રોકાણકારો બુધવાર, 18 ઓક્ટોબર, અને રિટેલ રોકાણકારો 19 ઓક્ટોબર, 2023 ના રોજ OFAC માં શેર ખરીદવા માટે બિડ કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં 7 ટકા હિસ્સો વેચશે અને 3.7 ટકા ઇક્વિટી ગ્રીન શૂ વિકલ્પ હેઠળ રાખવામાં આવી છે. તેનો અર્થ એ કે, જો 7 ટકાથી વધુ OFS સબસ્ક્રાઇબ કરે છે, તો સરકાર 3.5 ટકા વધુ હિસ્સો વેચી શકે છે.
HUDCO ની ઓફર ફોર સેલ માટે ફ્લોર પ્રાઈસ રૂ. 79 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે, જે 17 ઓક્ટોબર, મંગળવારના રોજ રૂ. 89.95ના બંધ ભાવથી 12.20 ટકા ડિસ્કાઉન્ટ છે. તેનો અર્થ એ છે કે સરકાર આજના બંધ ભાવથી રૂ. 11ના ડિસ્કાઉન્ટ પર ઓફર ફોર સેલમાં HUDCO શેર વેચવા જઈ રહી છે. DIPAM સેક્રેટરીએ ટ્વિટ કરીને આ OFS વિશે માહિતી આપી છે.
18 ઓક્ટોબરના રોજ, માત્ર નોન-રિટેલ રોકાણકારો જ હુડકોની ઓફર ફોર સેલ માટે અરજી કરી શકશે. જ્યારે 19 ઓક્ટોબરે રિટેલ રોકાણકારો શેર માટે બિડ કરી શકશે. સ્ટોક એક્સચેન્જો પર અલગ બિડિંગ માટે ઓપન વિન્ડોમાં ટ્રેડિંગ સેશન દરમિયાન રોકાણકારો OFSમાં ભાગ લઈ શકશે. IDBI કેપિટલ માર્કેટ્સ, SBICAP સિક્યોરિટીઝ આ OFS ના બ્રોકર્સ છે. કુલ OFSમાંથી 10 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે.
જો આપણે HUDCO સ્ટોક પર નજર કરીએ તો, સ્ટોકે 2023 માં 73 ટકા વળતર આપ્યું છે. જ્યારે શેરે તેના શેરધારકોને એક મહિનામાં 23 ટકા, 3 મહિનામાં 52 ટકા, 6 મહિનામાં 99 ટકા અને એક વર્ષમાં 151 ટકા વળતર આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 18000 કરોડ રૂપિયા છે. હુડકોમાં સરકારનો 81.81 ટકા હિસ્સો છે, જે નિયમ મુજબ ઘટાડીને 75 ટકાથી નીચે કરવો પડશે. આ ઓફર અને ફોલ સેલ પછી સરકારનો હિસ્સો ઘટીને 75 ટકા થઈ જશે.