સરકારી નોકરી મેળવવાની તક, આ તારીખ અગાઉ કરી દો અરજી, જાણો કેટલો મળશે પગાર?

Government Job: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જો તમે પાત્ર હોવ તો ફટાફટ અરજી કરી દો. અરજી કરવાની છેલ્લી તારીખ થોડા દિવસોમાં આવી રહી છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Government Job: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઘણી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જો તમે પાત્ર હોવ તો ફટાફટ અરજી કરી દો. અરજી કરવાની છેલ્લી તારીખ થોડા દિવસોમાં આવી રહી છે.
2/7
આ ભરતી અભિયાન દ્વારા કુલ 74 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાંથી 22 જગ્યાઓ ટેકનિકલ આસિસ્ટન્ટ માટે, 21 જગ્યાઓ ટેકનિશિયન અને 31 જગ્યાઓ લેબોરેટરી આસિસ્ટન્ટની છે.
3/7
તમે આ પોસ્ટ્સ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકો છો. આ કરવા માટે તમારે ICMRની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું એડ્રેસ છે – icmr.nic.in.
4/7
આ જગ્યાઓ માટે અરજીઓ 16મી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 5મી નવેમ્બર 2023 છે.
5/7
લેબ એટેન્ડન્ટની પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારે 10માની સાથે ITI ડિપ્લોમા, ટેકનિશિયન પોસ્ટ માટે 12માની સાથે ડિપ્લોમા, અને ટેકનિકલ આસિસ્ટન્ટ પોસ્ટ માટે સંબંધિત વિષય સાથે ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવુ જોઇએ
6/7
ઉંમર મર્યાદા પણ પોસ્ટ પ્રમાણે છે. ટેકનિકલ આસિસ્ટન્ટ, ટેકનિશિયન અને લેબ એટેન્ડન્ટની જગ્યાઓ માટે અનુક્રમે 18 થી 30 વર્ષ, 18 થી 28 વર્ષ અને 18 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
7/7
અરજી કરવા માટે OBC પુરુષ અને સામાન્ય ઉમેદવારોએ 300 રૂપિયાની ફી ચૂકવવી પડશે. SC, ST મહિલા અને PH ઉમેદવારોએ ફી ચૂકવવાની જરૂર નથી. પસંદગી થવા પર પગાર પોસ્ટ અનુસાર છે અને તે દર મહિને રૂ. 18,000 થી રૂ. 1,12,000 સુધી છે.
Sponsored Links by Taboola