જો કોઈ દુકાનદાર 10 રૂપિયાનો સિક્કો લેવાની ના પાડે તો આ નંબર પર કરો ફરિયાદ
ઘણા દુકાનદારો એવા છે કે જેઓ ગ્રાહકો પાસેથી 10 રૂપિયાનાં સિક્કા (10 Rupees Coin) લેવાનો ઇનકાર કરે છે. પરંતુ આવું કરવું કાયદાકીય રીતે ખોટું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI કોઈપણ સિક્કા પર પ્રતિબંધ નહીં મૂકે ત્યાં સુધી દરેક દુકાનદારે ગ્રાહક પાસેથી સિક્કો (Coin) લેવો પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
જો કોઈ દુકાનદાર (Shopkeeper) તમારી પાસેથી 1 રૂપિયા અથવા 10 રૂપિયાનો સિક્કો (Coin) લેવાનો ઇનકાર કરી રહ્યો છે, તો પહેલા તેને કાયદાના નિયમો સમજાવો.
જો કોઈ દુકાનદાર (Shopkeeper) તમારી સાથે ગેરવર્તન કરે છે તો તમે તેની સામે ફરિયાદ નોંધાવી શકો છો.
તમે RBIની સત્તાવાર વેબસાઇટ અથવા તેના ટોલ ફ્રી નંબર 144040 પર ફરિયાદ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે જો સિક્કો (Coin) નહીં લેવામાં આવે તો દુકાનદાર (Shopkeeper) વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવી શકે છે. કારણ કે રાષ્ટ્રીય ચલણનું અપમાન થઈ શકે નહીં. એટલા માટે જો ભવિષ્યમાં તમારી સાથે આવું કંઈક થાય તો તમારે તરત જ તેની ફરિયાદ કરવી જોઈએ.