ITR Refund: અત્યાર સુધી નથી મળ્યું આઈટીઆર રિફંડ ? જાણો કેટલા દિવસ હજુ રાહ જોવી પડશે
ITR refund: નાણાકીય વર્ષ 2022-23 માટે દંડ વિના ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈએ સમાપ્ત થઈ ગઈ છે. IT વિભાગના આંકડાઓ અનુસાર અંતિમ તારીખ સુધી કુલ 6.5 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ ઘણા લોકોને રિફંડના પૈસા પણ મળ્યા છે, પરંતુ ઘણા કરદાતાઓ એવા છે જેમને હજુ સુધી રિફંડ મળ્યું નથી.
આવી સ્થિતિમાં લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે રિફંડ મેળવવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. જો તમે પણ આ સવાલનો જવાબ મેળવવા માંગતા હોય તો અમે તમને તેની પાછળનું કારણ જણાવી રહ્યા છીએ.
સૌ પ્રથમ, જાણી લો કે જે લોકોએ TDS અથવા તેમની ટેક્સ જવાબદારી કરતાં વધુ ટેક્સ જમા કર્યો છે તેમને આવકવેરા રિફંડ મળશે.
ધ્યાનમાં રાખો કે આવકવેરા રિટર્ન ફક્ત તે જ લોકોને પ્રાપ્ત થશે જેમણે ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઇ-વેરિફિકેશન વિના ITR પૂર્ણ ગણવામાં આવશે નહીં.
આ સાથે બેંક ખાતાની પૂર્વ માન્યતા પૂર્ણ કરવી પણ જરૂરી છે. તેના વગર તમારે રિફંડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ધ્યાનમાં રાખો કે બેંક ખાતામાં નામ PAN નંબર સાથે મેળ ખાતું હોવું જોઈએ.
ઈન્કમ ટેક્સની સત્તાવાર વેબસાઈટ અનુસાર, સામાન્ય રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ કરદાતાને 4 થી 5 અઠવાડિયામાં રિફંડની રકમ મળી જશે. જો તમને હજુ સુધી રિફંડ મળ્યું નથી, તો આવકવેરા વિભાગનો મેઇલ તપાસો. આ સાથે તમે ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જઈને રિફંડ સ્ટેટસ પણ ચેક કરી શકો છો.