Currency News: જો તમારી પાસે પણ આવી ફાટેલી નોટ છે તો બદલામાં મળશે પૂરા પૈસા, જાણો ક્યાં જઈને બદલાવશો નોટ ?
જો તમારી પાસે પણ ફાટેલી નોટો છે તો હવે તમારા માટે સારા સમાચાર છે. તમે આ નોંટોને સરળતાથી બદલાવી શકો છો. RBI એ ફાટેલી નોટો માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેના હેઠળ તમે તમારી જૂની અને ફાટેલી નોટો બદલી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વર્ષ 2017 માટે એક્સચેન્જ કરન્સી નોટ નિયમો અનુસાર, જો તમને ATMમાંથી ફાટેલી નોટો મળે છે, તો તમે તેને બેંક સાથે બદલી શકો છો. કોઈપણ સરકારી બેંક તેને બદલવાની ના પાડી શકે નહીં.
તમને જણાવી દઈએ કે નાની નોટો જેમ કે 5, 10, 20 અને 50 મૂલ્યની નોટો, જેમાં ઓછામાં ઓછો 50 ટકા ભાગ સુરક્ષિત હોય તો તમે તમારી નોટ સરળતાથી બદલી શકો છો.
જો ફાટેલી નોટોની સંખ્યા 20થી વધુ હોય અને નોટોની કિંમત 5000 રૂપિયાથી વધુ હોય તો તેના માટે તમારે બેંકને કેટલીક ફી ચૂકવવી પડી શકે છે.
જો નોટનો કોઈ ભાગ સંપૂર્ણપણે ફાટી ગયો હોય, આખો ભાગ કપાઈ ગયો હોય અથવા આખી નોટ બળી ગઈ હોય, તો તમે આવી નોટ ફક્ત RBIની ઈશ્યુ ઓફિસમાં બદલી શકો છો. અહીં તમારે એક ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
આ સિવાય જો કોઈ બેંક તમારી ફાટેલી નોટો બદલવાની ના પાડે છે, તો તમે આ લિંક https://crcf.sbi.co.in/ccf/ Under General Banking// Cash Related category પર જઈને પણ ફરિયાદ કરી શકો છો.
જો કોઈ બેંક આરબીઆઈના નિયમોનો વિરોધ કરે છે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય ગ્રાહકની ફરિયાદના આધારે બેંકને 10 હજાર રૂપિયા સુધીનું નુકસાન પણ ચૂકવવું પડી શકે છે.