શું તમે ઘર ખરીદવાનું કરી રહ્યા છો પ્લાનિંગ? જાણો કઇ-કઇ બાબતોનું રાખવું જોઇએ ધ્યાન
ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. લોકો મોટાભાગે નાના શહેરો અને મેટ્રો શહેરોમાં મિલકત ખરીદવાનું વિચારે છે. આવી સ્થિતિમાં જો તમે પણ પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમે પણ કોઈ મોટા શહેરમાં ઘર ખરીદવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. જેથી તમને પછીથી નાણાકીય સમસ્યાઓનો સામનો ન કરવો પડે.
સૌથી પહેલા તમારે એ તપાસવું જોઈએ કે ઘર ખરીદવાનો આ યોગ્ય સમય છે કે નહીં અને તે તમારા માટે કેટલું મોંઘું કે સસ્તું રહેશે. તમે તમારા બજેટ પ્રમાણે પસંદગી કરી શકો છો.
ડાઉન પેમેન્ટ કરવા માટે તમારી પાસે પૂરતી રકમ હોવી આવશ્યક છે. ઘર ખરીદવા માટે તમારી પાસે તેની કિંમતના 30 ટકા રોકડા હોવા જોઈએ, જેથી તમે ડાઉન પેમેન્ટ આપીને ઘર ખરીદી શકો.
તમે હોમ લોન લેવાનું વિચારી શકો છો. આ તમારા ઘર ખરીદવા માટેના ખર્ચના બોજને ઘટાડી શકે છે. હોમ લોન લેવા માટે તમારે ક્રેડિટ સ્કોર સહિતના દસ્તાવેજો તપાસવા જોઈએ.
જો તમે લાંબા સમયથી રોકાણ કર્યું છે, તો તમારું ઘર ખરીદવાનું સપનું સાકાર થઈ શકે છે અને તમે લોન લીધા વિના સંપૂર્ણ ચુકવણી સાથે ઘર ખરીદી શકો છો.
ઘર ખરીદવા માટે યોગ્ય સ્થાન પણ તપાસવું જોઈએ. તમે પોસાય તેવી કિંમત, જરૂરિયાત અને કાનૂની મંજૂરી વગેરેને ધ્યાનમાં રાખીને સ્થળ પસંદ કરી શકો છો.