India's Richest People: માત્ર મુકેશ અંબાણી જ નહીં આ ભારતીયો પાસે પણ છે અબજોની સંપત્તિ, જાણો ટોપ-5 અમીરોના નામ
ભારતમાં અમીર લોકોની કોઈ કમી નથી. ફોર્બ્સની 2023 વિશ્વના અબજોપતિઓની યાદી અનુસાર, દેશમાં અબજોપતિઓની સંખ્યા ગયા વર્ષે 166ની સરખામણીએ વધીને 169 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, અમે તમને ભારતના ટોચના અમીર લોકો વિશે માહિતી આપી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોર્બ્સની બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ફરી એકવાર આ યાદીમાં ટોપ પર છે. તેમની કુલ સંપત્તિ 93.9 અબજ ડોલર છે. તે વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 15મા સ્થાને છે.
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી આ યાદીમાં બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ $60.20 બિલિયન છે. અમીરોની યાદીમાં તે 23મા સ્થાને છે.
આ યાદીમાં શિવ નાદરનું નામ ત્રીજા સ્થાને છે. HCL ટેક્નોલોજીના માલિક નાદર વિશ્વના 48મા સૌથી ધનિક વ્યક્તિ છે અને તેમની કુલ નેટવર્થ $30.5 બિલિયન છે.
જિંદાલ ગ્રુપના માલિક સાવિત્રી જિંદાલ ભારતના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. મહિલાઓની યાદીમાં તે ટોપ પર છે. તેમની કુલ સંપત્તિ $27.60 બિલિયન છે.
સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના માલિક સાયરસ પૂનાવાલા વિશ્વના 75મા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે કુલ 22.40 બિલિયન ડોલર છે.