શું તમે જાણો છો એક મહાકાય જહાજમાં કેટલો LPG સમાય? એક જહાજ લાખો ઘરોના ચૂલા સળગાવવા માટે પૂરતું છે!

ઈરાન-ગલ્ફ ટેન્શન વચ્ચે શિવાલિક અને નંદા દેવી જહાજો ગુજરાત પહોંચ્યા જાણો VLGC જહાજોની અદભુત તાકાત અને તે કેવી રીતે કામ કરે છે.

ઈરાન-ગલ્ફ ટેન્શન વચ્ચે શિવાલિક અને નંદા દેવી જહાજો ગુજરાત પહોંચ્યા જાણો VLGC જહાજોની અદભુત તાકાત અને તે કેવી રીતે કામ કરે છે.

સમુદ્રના મોજાઓ પર તરતા મહાકાય જહાજો માત્ર લોખંડના માળખા નથી, પણ દેશની એનર્જી સિક્યોરિટીની જીવાદોરી છે. તાજેતરમાં જ ગલ્ફ દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. 'શિવાલિક' અને 'નંદા દેવી' નામના બે વિશાળ જહાજો હજારો ટન LPG ગેસ લઈને ગુજરાતના મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચ્યા છે. આ જહાજોમાં એટલો બધો ગેસ છે કે તે આખા ભારત દેશની એક દિવસની કુલ રાંધણ ગેસની જરૂરિયાત પૂરી કરી શકે છે, જે દેશના લાખો રસોડાઓ માટે મોટી રાહત સમાન છે.

Sponsored Links by Taboola