Indian Railways: ભારતની 7 સૌથી લાંબી ટ્રેન, તેને દોડવા માટે એક કે બે કરતા વધારે એન્જિન લાગે છે
અહીં આવી જ કેટલીક લાંબા અંતરની ટ્રેનો વિશે માહિતી આપવામાં આવી રહી છે. પ્રથમ ટ્રેન વિવેક એક્સપ્રેસ છે, જેમાં 23 કોચ છે અને તે 4234 કિમીનું અંતર કાપે છે. તેના માટે બે થી ત્રણ એન્જિનની જરૂર પડે છે. (PC-Pixabay)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમસાગર બીજી સૌથી લાંબા અંતરની ટ્રેન છે, જે કન્યાકુમારીથી હિમસાગર સુધી ચાલે છે. તે 3782 કિમીનું અંતર આવરી લે છે. (PC-Pixabay)
ભારતની સૌથી લાંબી ટ્રેનોની યાદીમાં પ્રયાગરાજ એક્સપ્રેસનું નામ પણ સામેલ છે. આ ટ્રેનમાં કુલ 24 કોચ છે. (PC-Pixabay)
નવયુગ એક્સપ્રેસની વાત કરીએ તો, આ ટ્રેન મેંગ્લોર સેન્ટ્રલથી કટરા સુધીનું અંતર કવર કરે છે. આ ટ્રેન 3674 કિમીનું અંતર કાપે છે. (PC-Pixabay)
નવી તિનસુકિયા બેંગ્લોર સિટી એક્સપ્રેસ ટ્રેન 3615 કિલોમીટરનું અંતર આવરી લે છે અને તે ભારતની સૌથી લાંબી ટ્રેનની યાદીમાં સામેલ છે. (PC-Pixabay)
આ સિવાય ગુહાવતી તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ પણ આ યાદીમાં સામેલ છે. હમસફર ટ્રેન 3507 કિલોમીટરનું અંતર કાપે છે. (PC-Pixabay)