વેઇટિંગ ટિકિટવાળા મુસાફરો સાવધાન! આજથી બદલાયા રેલ્વેના આ નિયમો, જાણો નહીં તો થશે દંડ

સ્લીપર અને એસી કોચમાં વેઇટિંગ ટિકિટ હવે નહીં ચાલે, નિયમોનું ઉલ્લંઘન કરનારને ભરવો પડશે મોટો દંડ.

ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો મુસાફરો માટે હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે. ટ્રેન મુસાફરી ભારતમાં સૌથી લોકપ્રિય અને સુવિધાજનક પરિવહન માધ્યમ છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, ખાસ કરીને રિઝર્વ કોચમાં, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વેએ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જે આજથી જ અમલમાં આવ્યો છે.

1/6
ભારતીય રેલ્વેમાં મુખ્યત્વે બે પ્રકારના કોચ હોય છે - આરક્ષિત અને અનરિઝર્વ્ડ. મોટાભાગના મુસાફરો આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે આરક્ષિત કોચ પસંદ કરે છે. જો કે, ઘણી વખત ટિકિટ બુક કરાવતી વખતે સીટ કન્ફર્મ થતી નથી અને ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જતી રહે છે.
2/6
અગાઉ, ઘણા મુસાફરો ઓફલાઇન ટિકિટ બુક કરાવતા અને જો ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહેતી તો પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, કારણ કે ઓફલાઇન ટિકિટો રદ થતી નહોતી. પરંતુ હવે ભારતીય રેલ્વેએ આ નિયમોમાં મોટો બદલાવ કર્યો છે.
3/6
રેલ્વેના નવા નિયમ મુજબ, વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો હવે સ્લીપર ક્લાસ અને એસી કોચમાં મુસાફરી કરી શકશે નહીં. વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરનારા મુસાફરોને માત્ર જનરલ કોચમાં જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ મુસાફર આ નિયમનું ઉલ્લંઘન કરતું જણાશે, તો તેને દંડ ભરવો પડશે.
4/6
જો કોઈ મુસાફર એસી કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરતા પકડાશે, તો તેને ટ્રેનના પ્રારંભિક સ્ટેશનથી લઈને જ્યાં પકડાયો હોય ત્યાં સુધીનો 440 રૂપિયા સુધીનો દંડ અને તે ઉપરાંત આગળના સ્ટેશન સુધીનું ભાડું પણ ભરવું પડશે. તેવી જ રીતે, સ્લીપર કોચમાં વેઇટિંગ ટિકિટ સાથે મુસાફરી કરતા પકડાવા પર 250 રૂપિયા સુધીનો દંડ અને આગળના સ્ટેશન સુધીનું ભાડું ચૂકવવું પડશે.
5/6
વેઇટિંગ ટિકિટ સંબંધિત ભારતીય રેલ્વેનો આ નવો નિયમ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.
6/6
વધુમાં, રેલ્વે વિભાગ સીટની ફાળવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવાનું પણ આયોજન કરી રહ્યું છે, જેથી બુકિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે.
Sponsored Links by Taboola