વીમા હોવા છતાં કેશલેસ સારવારથી હોસ્પિટલ ના પાડી રહી છે? જાણો ક્યાં કરી શકો છો ફરિયાદ
ભારતમાં ઘણી કંપનીઓ છે જે હેલ્થ ઇન્શ્યોરન્સ આપે છે. લોકો પોતાની સગવડ અનુસાર હેલ્થ ઇન્શ્યોરન્સ લે છે. જોકે ભારતમાં કેટલીક સરકારી યોજનાઓ પણ છે જેમાં લોકોને મેડિકલ ઇન્શ્યોરન્સ મળે છે પરંતુ તે બધા માટે નથી હોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજકાલ હેલ્થ ઇન્શ્યોરન્સમાં તમને કેશલેસ સારવારની સુવિધા મળે છે. એટલે કે જો તમે ઇન્શ્યોરન્સ લીધો છે અને તમને કોઈ બીમારી થઈ ગઈ અથવા તમે કોઈ હેલ્થ ઇશ્યૂનો શિકાર થઈ ગયા, તો તમારે કોઈ પૈસા આપવા પડતા નથી, તમે કેશલેસ ટ્રીટમેન્ટ કરાવી શકો છો.
પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ હોવા છતાં ઘણી હોસ્પિટલો લોકોને કેશલેસ સારવારની સુવિધા આપવાની ના પાડી દે છે. જો તમારી સાથે આવું કોઈ કરે તો તમે તે હોસ્પિટલની ફરિયાદ કરી શકો છો.
આ માટે તમે સૌ પ્રથમ તમારી વીમા કંપનીની મદદ માંગી શકો છો અને તેમને જણાવી શકો છો કે હોસ્પિટલ કેશલેસ સારવાર માટે ના પાડી રહી છે. વીમા કંપની તમારી આ સમસ્યાનું સમાધાન કરી શકે છે અને હોસ્પિટલ સાથે વાત કરી શકે છે.
તમે ઇચ્છો તો હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે વાત કરી શકો છો. ત્યાં પણ જો તમારી વાત ન સાંભળવામાં આવે તો પછી તમે IRDAI એટલે કે વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
આ ઉપરાંત છેલ્લે તમારી પાસે વીમા લોકપાલમાં ફરિયાદ કરવાની તક હોય છે. વીમા લોકપાલ તમારી સમસ્યા સાંભળીને તેનું તુરંત સમાધાન પણ કરશે. કેશલેસ સારવાર માટે હોસ્પિટલના ના પાડવા પર તમે આ રીતો અજમાવી શકો છો.