Investment Plan: RDમાં રોકાણ કરવાની બનાવી રહ્યા છો યોજના, જાણો બેન્કો અને પોસ્ટ ઓફિસના લેટેસ્ટ રેટ્સ
Recurring Deposit Rates: જો તમે દર મહિને તમારી કમાણીનો એક હિસ્સો રોકાણ કરવા માંગતા હોવ તો રિકરિંગ ડિપોઝિટ સ્કીમ એ રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તે બજારના જોખમથી પણ દૂર રાખે છે અને વધુ સારું વળતર આપવામાં પણ મદદ કરે છે. તમે દર મહિને થોડી રકમ જમા કરીને ચોક્કસ સમયગાળા પછી વધુ સારું વળતર મેળવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યોજનામાં રોકાણ કરીને તમને આવકવેરાની કલમ 80C હેઠળ પણ છૂટ મળે છે. જો તમે પણ રોકાણ કરીને વધુ સારું વળતર મેળવવા માંગો છો, તો અમે તમને ઘણી બેંકો અને પોસ્ટ ઓફિસોની RD સ્કીમ પર વ્યાજ દર અને રોકાણ પર વળતર વિશે જણાવી રહ્યા છીએ. આમાં SBI, યસ બેંક, HDFC જેવી ઘણી બેંકો સામેલ છે.
ICICI બેંક તેના ગ્રાહકોને RD સ્કીમ પર 3.75 ટકાથી 5.75 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. તમે બેંકમાં ઓછામાં ઓછા 6 મહિના માટે આરડી સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ પછી તમે આરડીની અવધિ 10 વર્ષ સુધી વધારી શકો છો. તમારે દર ત્રણ મહિને સ્કીમ લંબાવવી પડશે.
IDFC બેંક તેના ગ્રાહકોને RD સ્કીમમાં 6 થી 120 મહિના સુધી રોકાણ કરવાની ઓફર કરે છે. બેંક 4.50 ટકાથી 6.00 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. આ નવા દરો 1 જુલાઈ, 2022થી લાગુ થઈ ગયા છે.
RBL બેંક તેના ગ્રાહકોને RD સ્કીમ પર 3.25 ટકાથી 5.75 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરે છે. તમે RD સ્કીમમાં 7 દિવસથી લઈને 240 મહિના સુધી બેંકમાં રોકાણ કરી શકો છો.યસ બેંક તેના ગ્રાહકોને RD સ્કીમ પર 6 થી 120 મહિનાની RD સ્કીમ પર 4.75 ટકાથી 6.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. આ નવા દર 18 જૂન, 2022થી અમલમાં આવ્યા છે.
યસ બેંક તેના ગ્રાહકોને RD સ્કીમ પર 6 થી 120 મહિનાની RD સ્કીમ પર 4.75 ટકાથી 6.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. આ નવા દર 18 જૂન, 2022થી અમલમાં આવ્યા છે.
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને RD સ્કીમ પર સૌથી વધુ વ્યાજ પણ આપે છે. આ સ્કીમ હેઠળ તમને 5 વર્ષની RD સ્કીમ પર 5.8 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.