Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IPO Week: આ સપ્તાહે બજારમાં રૂ. 1110 કરોડના 4 IPO લોન્ચ થશે, વર્ષની શરૂઆતમાં રોકાણની જબરદસ્ત તક
હવે બીજા સપ્તાહમાં લગભગ રૂ. 1110 કરોડના મૂલ્યના એક મેઈનબોર્ડ અને ત્રણ એસએમઈ આઈપીઓ બજારમાં આવવાના છે. આ સાથે રોકાણકારોને ફરી એકવાર IPOમાં રોકાણ કરવાની તક મળવા જઈ રહી છે. ચાલો આ કંપનીઓના IPO પર એક નજર કરીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિ સીએનસી ઓટોમેશન - આ CNC મશીન મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO 9 થી 11 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 315 થી 331 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીએ આ IPOમાં નવા શેર જારી કર્યા છે અને તેના દ્વારા રૂ. 1000 કરોડ એકત્ર કરવા માંગે છે.
IBL ફાયનાન્સ લિમિટેડ - આ SME કંપનીનો IPO 33.41 કરોડ રૂપિયાનો છે. આમાં કંપની 65.5 લાખ નવા શેર જારી કરશે. કંપનીનો IPO 9 થી 11 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ 51 રૂપિયા રાખવામાં આવી છે. આ માટે તમારે કુલ 2000 શેર લેવા પડશે.
નવી સ્વાન મલ્ટીટેક - આ કંપનીનો IPO 11 થી 15 જાન્યુઆરી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. IPOનું કદ રૂ. 33.11 કરોડ છે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 62 થી 66 રૂપિયા રાખવામાં આવી છે. એક લોટમાં 2000 શેર હશે.
ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર - કંપનીનો રૂ. 28.08 કરોડનો IPO 11 જાન્યુઆરીએ ખુલશે અને તમે 15 જાન્યુઆરી સુધી તેમાં રોકાણ કરી શકશો. તેની પ્રાઇસ બેન્ડ 51 થી 54 રૂપિયા હશે અને રોકાણકારોએ એક લોટમાં ઓછામાં ઓછા 2000 શેર ખરીદવા પડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્કેટ રેગ્યુલેટર સેબીએ 28 કંપનીઓને IPO (ઇન્શિયલ પબ્લિક ઑફર) લોન્ચ કરવાની મંજૂરી આપી છે. આ IPO દ્વારા કંપનીઓ બજારમાંથી અંદાજે 30 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે.
ગયા અઠવાડિયે જ, બે SME IPOs, Kay Cee Energy અને Kaushalya Logistics Limited માટે સબસ્ક્રિપ્શન બંધ કરવામાં આવ્યા હતા. તેમાંથી કેસીએ લોકોને લગભગ પાંચ ગણો નફો આપ્યો હતો. કૌશલ્યા લોજિસ્ટિક્સનો IPO પણ અંદાજે 390 વખત સબસ્ક્રાઇબ થયો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે રોકાણકારોને સારો નફો આપશે.