ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે આ ડૉક્યૂમેન્ટ્સને રાખો તૈયાર, નહીં ઉભી થાય કોઇ સમસ્યા
ITR Filing: જો તમે પહેલીવાર ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા જઈ રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ITR ફાઇલ કરતી વખતે આ ડૉક્યૂમેન્ટ્સ તૈયાર રાખો. દેશભરના કરોડો કરદાતાઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. નાણાકીય વર્ષ 2022-23 અને આકારણી વર્ષ 2023-24 માટે આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ કરદાતાઓએ 31 જુલાઈ, 2024 સુધીમાં ITR ફાઈલ કરવાની રહેશે. આ પછી તમારે ITR ફાઇલ કરવા પર દંડ ભરવો પડશે. આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કરદાતાઓને અલગ-અલગ ડૉક્યૂમેન્ટ્સની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જો આ ડૉક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ ના હોય તો ઘણી વખત તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ફોર્મ-16 હોવું ખૂબ જ જરૂરી છે. એમ્પ્લૉયર દ્વારા ફોર્મ-16 જાહેર કરવામાં આવે છે. જો તમે આ નાણાકીય વર્ષમાં નોકરી બદલી છે, તો જૂની કંપની પાસેથી ફોર્મ-16 લેવું જરૂરી છે.
ફોર્મ-16ની સાથે કરદાતાઓએ વ્યાજ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. જો તમે FD જેવી સ્કીમમાં રોકાણ કર્યું છે તો આની માહિતી આવકવેરા વિભાગને આપવી જરૂરી છે.
આ સાથે, જો તમે શેર બજાર અને મ્યૂચ્યૂઅલ ફંડ જેવી યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમારે આ તમામ રોકાણો દ્વારા કમાણી કરવાની વિગતો આપવી જરૂરી છે. ITRમાં રોકાણ દ્વારા મૂડી લાભની વિગતો દાખલ કરવી જરૂરી છે.
આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈપણ માહિતી છુપાવશો નહીં. આ કારણે તમારે પછીથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.