Reliance Jio ની ધમાકા ઓફર! 198 રુપિયામાં મળશે 5G ડેટા અને અનલિમિટેડ કોલ
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને આકર્ષક ઓફર આપી રહી છે. 200 રૂપિયાથી ઓછી કિંમતે Jio એ એક પ્લાન લૉન્ચ કર્યો છે જેમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કૉલિંગ અને અન્ય ઘણી સેવાઓ ઉપલબ્ધ છે. જો તમને લાગે છે કે દૈનિક ડેટા પ્લાન મોંઘા છે, તો આ તમારા માટે ઉપયોગી સમાચાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિયો 198 રૂપિયાના રિચાર્જ પર દરરોજ 2GB ડેટાનો લાભ આપી રહી છે. આ સાથે યુઝર્સને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય ગ્રાહકોને આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ડેટાનો લાભ પણ મળશે.
આ પ્લાન સાથે યુઝર્સને JioTV, JioCinema અને JioCloudની ઍક્સેસ પણ આપવામાં આવી રહી છે. જો કે, અનલિમિટેડ 5G ડેટાનો લાભ મેળવવા માટે તમારે ખાતરી કરવી પડશે કે Jioની 5G સેવાઓ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ છે અને તમારી પાસે 5G સ્માર્ટફોન છે.
Jioના રૂ. 199ના પ્લાનમાં પણ શાનદાર લાભો ઉપલબ્ધ છે. આ પ્લાન 18 દિવસની માન્યતા સાથે આવે છે અને દરરોજ 1.5GB ડેટા ઓફર કરે છે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને Jio એપ્સની ઍક્સેસ પણ સામેલ છે.
જિયોના પસંદગીના પ્રીપેડ પ્લાન સાથે રિચાર્જ કરનારા ગ્રાહકોને અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળે છે. પરંતુ આ માટે જરૂરી છે કે તમારા વિસ્તારમાં 5G નેટવર્ક હાજર હોય અને તમારી પાસે 5G સક્ષમ સ્માર્ટફોન હોય.
Reliance Jio ભારતમાં સૌથી વધુ યુઝર બેઝ ધરાવતી ટેલિકોમ કંપની છે. કંપનીએ તેની સસ્તી યોજનાઓ અને ઉત્તમ નેટવર્ક સેવાઓ વડે ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જિયા 200 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન ઓફર કરી રહી છે.