ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે નુકસાન
ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો જેટલો સરળ છે એટલી જ તેના મારફતે છેતરપિંડી કરવી સરળ છે, આજે અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમને તેના કારણે થતી છેતરપિંડીથી બચાવવામાં મદદ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે લગભગ મોટાભાગના લોકો ડેબિટ કાર્ડ યુઝ કરે છે. બેન્ક તમને ATM અને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ આપે છે, જે ડેબિટ કાર્ડ તરીકે ઓળખાય છે.
લોકોએ કંઈક ખરીદવું હોય છે. તેથી તેઓ પોતાના બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસાનો ઉપયોગ કરીને તેની ખરીદી કરે છે. આવી સ્થિતિમાં તમારે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડશે.
જ્યારે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમારી પાસે બે વિકલ્પો હોય છે. પહેલો વિકલ્પ સેવ યોર કાર્ડ છે અને બીજો વિકલ્પ જનરેટ વન ટાઈમ પાસવર્ડ (OTP) છે તમારે ટ્રાજેક્શન કરતી વખતે હંમેશા OTP વિકલ્પ પસંદ કરવો જોઈએ. આ કારણે તમારા કાર્ડની વિગતો ફોનમાં સેવ થતી નથી જેથી તમારો ફોન ખોવાઈ જાય તો પણ કોઈ તમારા પૈસાને લૂંટી શકશે નહીં.
આજકાલ ઘણી ઓનલાઈન વેબસાઈટ પર એક વિકલ્પ ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા કાર્ડની વિગતો સેવ કરી શકો છો. પરંતુ આવું ક્યારેય ન કરો, કારણ કે આવું કરવું તમારા અને તમારા એકાઉન્ટની સુરક્ષા માટે જોખમી બની શકે છે.
CVV એટલે કે Card Verification Valueનો ઉપયોગ કોઈપણ ઓનલાઈન ટ્રાજેક્શન દરમિયાન થાય છે. જ્યારે પણ તમે કોઈ વસ્તુ ઓનલાઈન ખરીદો છો, ત્યારે તમારે તમારા ત્રણ અંકના CVV નો ઉપયોગ કરવો પડશે. હંમેશા તમારા કાર્ડની વિગતો સેવ રાખો નહીં. તમારા CVV દાખલ કર્યા વિના તમારા કાર્ડ દ્વારા ટ્રાજેક્શન થઈ જશે અને તમારી નાણાકીય સુરક્ષા જોખમમાં આવશે.
તમારા કાર્ડની માહિતી જેમ કે તેના પર લખેલ કોઈ પણ પ્રકારનો નંબર કોઇ વ્યક્તિ સાથે શેર કરશો નહીં, જો કોઈ વ્યક્તિ OTP માટે પૂછે છે તો તેની સાથે ક્યારેય શેર કરશો નહીં.
ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ્સ બેંકો તમને તમારા ખાતામાંથી રોકડ ઉપાડવા અથવા ખરીદી માટે સરળ ઍક્સેસ પ્રદાન કરે છે. કાર્ડ યુઝર્સ સાથે છેતરપિંડીના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. તેથી સમય સમય પર આરબીઆઈની માર્ગદર્શિકા વાંચતા રહો.