Debit Card: SBI નું ડેબિટ કાર્ડ ગુમ કે ખોવાઈ ગયું હોય તો ન થાવ પરેશાન ! આ રીતે કરાવો બ્લોક અને રિઈશ્યૂ
Process To Block SBI Debit Card: જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો આ સમાચાર તમારા કામના છે. જો તમારું એસબીઆઇ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ ખોવાઇ ગયું છે તો ગભરાવાની જરૂર નથી. તમે કેટલાક સરળ પગલાં અપનાવીને તેને સરળતાથી બ્લોક કરાવી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને કેટલાક સરળ સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અનુસરીને તમે એસબીઆઈના ગુમ થયેલા ડેબિટ કાર્ડને સરળતાથી બ્લોક કરી શકો છો. આ સાથે તમે નવું ડેબિટ કાર્ડ પણ ઇશ્યુ કરી શકો છો.
જો તમારું એસબીઆઈનું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા બ્રાંચની મુલાકાત લીધા વિના પણ ડેબિટ કાર્ડને બ્લોક કરી શકો છો. આ માટે તમારે બેંક દ્વારા જારી કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1800 112 211 પર કોલ કરવો પડશે.
ત્યારબાદ 2 નંબર દબાવો અને પછી ડેબિટ કાર્ડના છેલ્લા 5 નંબર દાખલ કરો. આ પછી તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે અને તમારું કાર્ડ બ્લોક થઈ જશે. કોલ કરતી વખતે ધ્યાન રાખો કે તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ આ નંબર પર કોલ કરીને હંમેશા તમારા ડેબિટ કાર્ડને બ્લોક કરી દેવું જોઈએ.
આ સિવાય તમે એસએમએસ દ્વારા એસબીઆઇ ડેબિટ કાર્ડ કાર્ડને પણ બ્લોક કરી શકો છો. આ માટે એસએમએસ ઇનબોક્સમાં જઇને ત્યાં બ્લોક ટાઇપ કરીને જગ્યા આપો અને પછી કાર્ડના છેલ્લા ચાર અંકો લખીને 567676 મોકલો. તમારું ડેબિટ કાર્ડ બ્લોક થઈ જશે.
જો તમારું કાર્ડ બ્લોક થઈ ગયું છે, તો તમે બ્લોક કર્યા પછી કાર્ડ ફરીથી ઈશ્યુ કરાવી શકો છો. આ માટે તમારે એસબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ sbicard.com પર જવું જોઈએ. પછી Request વિકલ્પ પર પસંદગી કરો. ત્યારબાદ Reissue/Replace Card વિકલ્પ પસંદ કરો અને તમારો ડેબિટ કાર્ડ નંબર દાખલ કરો. છેલ્લે સબમિટ વિકલ્પ પર ક્લિક કરો. આના થોડા દિવસોમાં એસબીઆઈ તમારા માટે નવું કાર્ડ Reissue કરે છે.