Rule Change: IMPSથી લઇને NPS સુધી, પૈસા સાથે જોડાયેલા આ નિયમોમાં 1 ફેબ્રુઆરીથી થશે ફેરફાર

Money Rule Changing: આવતીકાલથી નવો મહિનો શરૂ થશે અને તેની સાથે ઘણા નવા ફેરફારો થવાના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.

Continues below advertisement
Money Rule Changing: આવતીકાલથી નવો મહિનો શરૂ થશે અને તેની સાથે ઘણા નવા ફેરફારો થવાના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.

પ્રતિકાત્મક તસવીર

Continues below advertisement
1/7
Money Rule Changing: આવતીકાલથી નવો મહિનો શરૂ થશે અને તેની સાથે ઘણા નવા ફેરફારો થવાના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. સંસદમાં નવી જાહેરાતની સાથે સાથે આવતીકાલથી આવા અનેક ફેરફારો થશે જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. તેમાં NPS ખાતામાંથી ઉપાડના નિયમોમાં IMPSના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.

2/7
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDAએ જાન્યુઆરીમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને NPS એકાઉન્ટમાંથી પૈસા આંશિક ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ખાતાધારકો તેમના ખાતામાં જમા થયેલી રકમમાંથી માત્ર 25 ટકા જ ઉપાડી શકશે. આ નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થશે.
3/7
આવતીકાલથી એક બેન્ક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે IMPS મની ટ્રાન્સફરના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આવતીકાલથી એટલે કે 1લી ફેબ્રુઆરીથી IMPS દ્વારા નાણાં ટ્રાન્સફર કરવા માટે તમારે રિસીવરનો મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબરની જરૂર પડશે. હવે NPCI એ લાભાર્થીના નામ અને IFSC ની જરૂરિયાતને દૂર કરી દીધી છે.
4/7
આવતીકાલે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. જ્યાં એક તરફ સમગ્ર દેશની નજર નાણામંત્રીના બજેટ સ્પીચ પર હશે તો બીજી તરફ આવતીકાલે ઓઈલ કંપનીઓ ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે.
5/7
આવતીકાલથી કેવાયસી વિના ફાસ્ટેગ નિષ્ક્રિય થઈ જશે. જ્યારે કેવાયસી પૂર્ણ થશે ત્યારે જ ફાસ્ટેગ દ્વારા ટોલ ચૂકવવામાં આવશે.
Continues below advertisement
6/7
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સોવરીન ગોલ્ડ બોન્ડનો આગામી હપ્તો ફેબ્રુઆરી મહિનામાં લાવી રહી છે. SGB 2023-24 સિરીઝ IV 12 થી 16 ફેબ્રુઆરી વચ્ચે ખુલી રહી છે.
7/7
પંજાબ એન્ડ સિંધ બેન્કની 444 દિવસની વિશેષ FD યોજના 31 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં આ યોજનામાં રોકાણ કરવાની આ છેલ્લી તક છે. આ ખાસ FD સ્કીમ હેઠળ ગ્રાહકોને 444 દિવસની FD પર 7.4 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે.
Sponsored Links by Taboola