LICની આ શાનદાર સ્કીમ: એકવાર રોકાણ કરો અને જીવનભર મેળવો 12000 રૂપિયાનું પેન્શન
LICના આ સ્માર્ટ પેન્શન પ્લાન હેઠળ સિંગલ અને જોઈન્ટ એમ બંને પ્રકારના ખાતા ખોલાવી શકાય છે. જો સંયુક્ત ખાતું હોય તો એક વ્યક્તિના મૃત્યુ પછી બીજી વ્યક્તિને જીવનભર પેન્શનનો લાભ મળતો રહે છે. આ યોજના ખાસ કરીને નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. આ ઉપરાંત, આ યોજનામાં તાત્કાલિક પેન્શનની પણ જોગવાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પેન્શન યોજનાનો લાભ કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે. સ્માર્ટ પેન્શન સ્કીમ હેઠળ પોલિસી ધારકો માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે પેન્શન મેળવી શકે છે. આ યોજનામાં વાર્ષિકી લાભ પણ ઉપલબ્ધ છે. પોલિસી ધારકના મૃત્યુ પછી આ યોજનાનો લાભ તેમના નોમિનીને મળે છે.
તમે LICની વેબસાઈટ પરથી ઓનલાઈન અથવા LIC એજન્ટ, POSP-લાઈફ ઈન્સ્યોરન્સ અને કોમન પબ્લિક સર્વિસ સેન્ટર્સ દ્વારા ઓફલાઈન આ યોજના ખરીદી શકો છો.
LIC સ્માર્ટ પેન્શન યોજનાની મુખ્ય વિશેષતાઓ: નિવૃત્તિ પછી નિયમિત આવક સુનિશ્ચિત કરે છે. એક જ વારમાં પ્રીમિયમ ચૂકવવાનું રહે છે. જીવનભર પેન્શનની સુવિધા મળે છે. સિંગલ અને સંયુક્ત વાર્ષિકી વિકલ્પો ઉપલબ્ધ છે. આંશિક અથવા સંપૂર્ણ ઉપાડનો વિકલ્પ પણ મળી શકે છે.
રોકાણની વાત કરીએ તો આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. પતિ અને પત્ની સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવી શકે છે અને પેન્શન યોજનાનો લાભ મેળવી શકે છે. પેન્શન મેળવવા માટે તમારે સમગ્ર પ્રીમિયમ એક જ વારમાં જમા કરાવવાનું હોય છે. જો કે, મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. તમે જેટલું રોકાણ કરશો તે મુજબ તમને પેન્શનના લાભો મળશે.
આ યોજનાનો લાભ 18 વર્ષથી લઈને 100 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. પોલિસી શરૂ થયાના ત્રણ મહિના પછી લોનની સુવિધા પણ આપવામાં આવે છે. જો પોલિસી ધારકનું મૃત્યુ થાય છે તો પેન્શનના પૈસા તેમના નોમિનીને આપવામાં આવે છે.
આ યોજના હેઠળ જો તમે દર મહિને પેન્શન મેળવવા ઈચ્છો છો તો તમને ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેન્શન મળશે. તેવી જ રીતે, દર ત્રણ મહિને પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછું 3000 રૂપિયા, દર છ મહિને માટે 6000 રૂપિયા અને દર વર્ષે પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછું 12000 રૂપિયાનું પેન્શન મળી શકે છે. આમ, LICની આ સ્કીમ નિવૃત્તિ પછી આર્થિક રીતે સુરક્ષિત રહેવા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.