MSSC: માત્ર પોસ્ટ ઓફિસ જ નહીં આ 5 બેંકોમાં પણ ખોલાવી શકાય છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટ
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ, દેશની કોઈપણ મહિલા આ યોજનામાં વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકે છે. તેનો સમયગાળો બે વર્ષનો છે. શરૂઆતના સમયમાં આ સ્કીમ માત્ર પોસ્ટ ઓફિસમાંથી જ ખરીદી શકાતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMSSC યોજના હેઠળ, મહિલાઓને થાપણો પર 7.5 ટકા વ્યાજ દરનો લાભ મળે છે. જો તમે પણ આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવા ઈચ્છો છો, તો પોસ્ટ ઓફિસ સિવાય પાંચ વધુ બેંકો પણ આ સ્કીમ ઓફર કરી રહી છે.
બેંક ઓફ બરોડા તેના મહિલા ગ્રાહકોને MSSC એકાઉન્ટ ખોલવા માટે સુવિધા પૂરી પાડે છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ બેંકના વર્તમાન અને નવા બંને ગ્રાહકોને આ સુવિધા મળી રહી છે.
કેનેરા બેંક તેના મહિલા ગ્રાહકોને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ ખાતું ખોલવાની સુવિધા પણ આપે છે.
બેંક ઓફ ઈન્ડિયા તેમની મહિલાઓનું MSSC એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. સાથે જ પંજાબ નેશનલ બેંકની મહિલા ગ્રાહકોને પણ આ સુવિધા મળી રહી છે.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 30 જૂન, 2023થી MSSC એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવાનું શરૂ કર્યું છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ખોલવામાં આવેલા કુલ 5,653 ખાતાઓમાં કુલ 17.58 કરોડ રૂપિયા જમા થયા છે.