Market Outlook: સતત બીજા સપ્તાહમાં માર્કેટ સુધર્યું, શું હવે નિફ્ટી 20 હજારને પાર કરશે? આવા છે આગામી દિવસોના સંકેત
સતત ઘટાડા બાદ બજારની સ્થિતિ સુધારાના માર્ગે પાછી ફરી છે. 8 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સ્થાનિક બજારે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સારો દેખાવ કર્યો હતો. છેલ્લા સપ્તાહ દરમિયાન વિદેશી બજારો દબાણ હેઠળ રહ્યા હતા અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચવાલી ચાલુ રહી હતી, તેમ છતાં સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી. હવે એવી અપેક્ષા છે કે નવા સપ્તાહ દરમિયાન નિફ્ટી 20 હજાર પોઈન્ટની સપાટીને પાર કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા સપ્તાહ દરમિયાન, BSE ના 30 શેરોવાળા સેન્સેક્સમાં 878.4 પોઈન્ટ્સ અથવા 1.34 ટકાનો વધારો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 384.65 પોઈન્ટ્સ અથવા 1.97 ટકા વધ્યો હતો. શુક્રવારે બજાર સતત છઠ્ઠા દિવસે ઉછળ્યું હતું. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 66,600 પોઈન્ટની નજીક બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 19,820 પોઈન્ટની નજીક પહોંચ્યો હતો. સ્થાનિક શેરબજારમાં પણ આ સતત બીજો સાપ્તાહિક વધારો હતો. તે પહેલા, સ્થાનિક બજારો સતત 5 અઠવાડિયા સુધી ખોટમાં હતા.
ગત સપ્તાહ દરમિયાન અમેરિકી બજાર ઘટતા સમયે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ સ્થાનિક મોરચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલી ચાલુ રહી હતી. ડિપોઝિટરી ડેટા અનુસાર, FPIs એ આ મહિનામાં 8 સપ્ટેમ્બર સુધી સ્થાનિક બજારમાંથી રૂ. 4,203 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો છે. FPIs ઓગસ્ટથી વેચાણમાં વ્યસ્ત છે. છેલ્લા સપ્તાહ દરમિયાન, BSE મિડકેપ અને સ્મોલકેપ શુક્રવારે તેમની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા.
જો આવનારા સપ્તાહની વાત કરીએ તો આર્થિક ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે IIP અને છૂટક ફુગાવાના આંકડા 12 સપ્ટેમ્બર મંગળવારના રોજ આવવાના છે. સપ્તાહ દરમિયાન જથ્થાબંધ ફુગાવો અને ઉત્પાદનના આંકડા પણ જાહેર કરવામાં આવશે. બાહ્ય મોરચે, યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠક, બ્રિટનના જીડીપીના આંકડા, અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારીના આંકડા, ક્રૂડ ઓઇલમાં વધારો-ઘટાડો અને ડોલરની મૂવમેન્ટની પણ બજાર પર અસર પડી શકે છે.
સ્વસ્તિક ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીણાનું કહેવું છે કે આ સપ્તાહે બજારમાં તેજી ચાલુ રહી શકે છે. નરમ વૈશ્વિક સંકેતોને અવગણીને સ્થાનિક બજારે ગયા સપ્તાહે સારી વૃદ્ધિ દર્શાવી હતી. નિફ્ટી, બેન્ક નિફ્ટી અને સેન્સેક્સ પણ તેજીના માર્ગ પર પાછા ફર્યા છે, જ્યારે વિદેશી બજારોમાં નકારાત્મક સંકેતોની કોઈ કમી નથી. આવી સ્થિતિમાં, આગામી સપ્તાહમાં પણ બજારનો ટ્રેન્ડ ચાલુ રહેશે અને નિફ્ટી 20 હજાર પોઈન્ટના સ્તરને પાર કરી શકે તેવી અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માહિતી માટે આપવામાં આવી રહી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી ક્યારેય કોઈને પણ પૈસાનું રોકાણ કરવાની સલાહ આપતું નથી.