પોસ્ટ ઓફિસ MIS માં રોકાણ કરીને ગેરેન્ટેડ વળતરનો મેળવો લાભ, દર મહિને થશે આટલી કમાણી!
Post Office Monthly Income Scheme: જો તમે પોસ્ટ ઑફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં રોકાણ કરીને દર મહિને આવક મેળવવા માગો છો, તો પોસ્ટ ઑફિસ મંથલી સ્કીમ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસિક આવક યોજના હેઠળ, તમે એક અથવા સંયુક્ત ખાતું ખોલી શકો છો. આ સ્કીમમાં માત્ર એક જ વાર રોકાણ કરવાથી તમે દર મહિને નિશ્ચિત વળતર મેળવી શકો છો.
માસિક આવક યોજના હેઠળ, ખાતાધારક એક ખાતામાં 100 ના ગુણાંકમાં ઓછામાં ઓછી 1000 રૂપિયા અને 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. જ્યારે સંયુક્ત ખાતામાં રોકાણની મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ યોજનામાં ખાતાધારકને જમા રકમ પર 7.4 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. તમે એમઆઈએસ સ્કીમમાં કુલ 5 વર્ષ માટે નાણાંનું રોકાણ કરી શકો છો, જે પાકતી મુદત પછી બીજા 5 વર્ષ માટે વધારી શકાય છે.
પોસ્ટ ઓફિસ આ સ્કીમ હેઠળ મળતું વ્યાજ બચત ખાતામાં ચૂકવે છે.
MIS કેલ્ક્યુલેટર મુજબ, જો કોઈ વ્યક્તિ આ સ્કીમમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને દર મહિને 9,250 રૂપિયા મળશે.