Money Rules Changing: આગામી મહિને બદલાઇ રહ્યા છે આ નિયમો, તમારા ખિસ્સા પર કરશે અસર
Money Rules: 1 મેથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. અમે તમને તેની વિગતો જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHDFC બેન્કે તેની સ્પેશિયલ સિનિયર કેર એફડી માટેની સમયમર્યાદા 10 મે સુધી લંબાવી છે. 5 થી 10 વર્ષની આ FDમાં રોકાણ કરવાથી વરિષ્ઠ નાગરિકોને વધારાના 0.75 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે.
ICICI બેન્કે તેના બચત ખાતા સંબંધિત ઘણા પ્રકારના ચાર્જ બદલ્યા છે. આમાં ડેબિટ કાર્ડથી લઈને ચેક બુક, IMPS વગેરે સુધીના ઘણા ચાર્જ સામેલ છે. નવા શુલ્ક 1 મે, 2024થી લાગુ થશે.
યસ બેન્કે તેના બચત ખાતાના ચાર્જમાં પણ સુધારો કર્યો છે. બેન્ક દ્વારા નવા ચાર્જ 1 મે, 2024થી લાગુ કરવામાં આવશે.
યસ બેન્કે તેના ખાનગી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે તમારે બેન્કના ખાનગી ક્રેડિટ કાર્ડ દ્વારા 15,000 રૂપિયાના યુટિલિટી બિલની ચુકવણી પર 1 ટકા GST ચૂકવવો પડશે. નવા નિયમો 1 મે, 2024થી અમલમાં આવશે.
IDFC ફર્સ્ટ બેન્કે પણ તેના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકોએ બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા 20,000 રૂપિયાથી વધુના યુટિલિટી બિલની ચુકવણી પર એક ટકા વધારાનો GST ચૂકવવો પડશે. આ સરચાર્જ 18 ટકા GST ઉપરાંત છે.
1 મેના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.