Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ યોજનાઓ પર મળી રહ્યું છે 7 ટકાથી વધારે વ્યાજ, રોકાણ કરતાં પહેલા જોઈ લો લિસ્ટ
Post Office Scheme: ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ આજે પણ દેશમાં એવી મોટી વસ્તી છે જે પોસ્ટ ઓફિસની જોખમ-મુક્ત યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
પોસ્ટ ઓફિસ ઈન્વેસ્ટમેંટ સ્કીમ
1/6
બજારમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ આજે પણ ઘણા લોકો પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવી પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમને વાર્ષિક ધોરણે 7 ટકા વ્યાજ મળે છે.
2/6
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમ હેઠળ, રોકાણકારોને 5 વર્ષના સમયગાળામાં મહત્તમ 7.5 ટકા વ્યાજ મળે છે.
3/6
કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ ગ્રાહકોને 7.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં રોકાણ કરવાથી તમારી રકમ કુલ 10 વર્ષમાં બમણી થઈ જશે.
4/6
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ, સરકાર ગ્રાહકોને 7.4 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.
5/6
પોસ્ટ ઓફિસની પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ જમા કરવામાં આવેલી રકમ પર તમને 7.7 ટકા વ્યાજ મળે છે.
6/6
પોસ્ટ ઓફિસ પીપીએફ સ્કીમ હેઠળ ગ્રાહકોને ડિપોઝિટ પર 7.1 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજ ચક્રવૃદ્ધિના આધારે મળી રહ્યું છે.
Published at : 15 Aug 2023 06:14 PM (IST)