NPA: આ 7 બેંકોના સૌથી વધુ ફસાયા છે રૂપિયા, SBI પણ લિસ્ટમાં
ટ્રેન્ડલાઇન પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પંજાબ નેશનલ બેન્કની નેટ એનપીએ 1.98 ટકા છે, જે PSU બેન્કોમાં સૌથી વધુ છે. PE રેશિયો સ્ટોક 18.8 છે. PNBનું માર્કેટ કેપ 82,802 કરોડ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પંજાબ એન્ડ સિંધ બેંકની નેટ એનપીએ 1.95 ટકા છે. જ્યારે આ સ્ટોકનો PE રેશિયો 23.2 છે. તેનું માર્કેટ કેપ રૂ. 29,246 કરોડ છે. આ સમયગાળા દરમિયાન બેન્ક ઓફ ઈન્ડિયાની કુલ NPA 1.65 ટકા છે. આ સ્ટોકનો PE રેશિયો 9.25 છે અને માર્કેટ કેપ રૂ. 43,867 કરોડ છે.
નાણાકીય વર્ષ 2024 ના જૂન ક્વાર્ટરમાં યુનિયન બેન્કનો નેટ એનપીએ રેશિયો 1.58 ટકા છે. PE રેશિયો 7.5 છે અને માર્કેટ કેપ રૂ. 76,274 કરોડ છે.
ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચોખ્ખી NPA FY24 ના Q1 દરમિયાન કુલ NPAના 1.44 ટકા છે. જ્યારે આ સ્ટોકનો PE રેશિયો 36.9 છે અને માર્કેટ કેપ રૂ. 81,753 કરોડ છે.
નાણાકીય વર્ષ 2024 ના જૂન ક્વાર્ટર માટે બેન્ક ઓફ બરોડાની નેટ NPA 0.78 ટકા હતી. PE રેશિયો 6 છે, જ્યારે માર્કેટ કેપ રૂ. 1,05,237 કરોડ છે.
નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં SBI ની ચોખ્ખી NPA 0.71 ટકા છે અને સ્ટોકનો PE રેશિયો 7.69 છે. SBIનું માર્કેટ કેપ 5,14,191 કરોડ રૂપિયા છે.